Abtak Media Google News

ગણેશ મહોત્સવની રાજયમાં ભારે ભાવભેર ઉજવણી થઈ રહી છે. આજે ઠેર-ઠેર ગણેશ સ્થાપન કરવામાં આવ્યું છે. નાનાથી લઈ મહાકાય મૂર્તિઓ જોવા મળી છે. ભાવિકો પોતાની વ્યવસ્થા પ્રમાણે ગણેશ ભગવાનની મૂર્તિનું સ્થાપન કરી રહ્યાં છે. ત્યારે સુરતમાં હિરાના વેપારીના ઘરે રૂ.૫૦૦ કરોડના દુદાળા દેવનું સ્થાપન કરાયું હોવાનું જાણવા મળે છે.

ડાયમંડના વેપારી રાજેશભાઈ તથા સંજયભાઈ પાંડવના ઘરે ૧૦ દિવસ સુધી રૂ.૫૦૦ કરોડના ગણપતિની પૂજા-અર્ચના કરવામાં આવશે. વિગતો અનુસાર ઓરીઝનલ રફ ડાયમંડની પ્રાકૃતિક ગણેશની આ પ્રતિમા માટે આકર્ષણ જાગ્યું છે. ગજરાજ સમૂહ મસ્તક, જમણી સુંઢ, બે હાથ, બે પગ અને ડાબી બાજુમાં એક દંતના દર્શન છે. ૨૫.૧૧ મીલી મીટરની ઉંચાઈ અને ૧૬.૪૯ ની પહોળાઈ મૂર્તિની છે. દુનિયાની સૌથી મોઘીં ગણેશ પ્રતિમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.