Abtak Media Google News

સુરત પાંડેસરા ની દારૂબંધી ના અમલ ની માંગ કરતી રેલી હજારો ની હાજરી અનેકો પરિવાર ની બરબાદી નું કારણ દારૂ ના દુષણ અંગે તંત્ર નું અકળ મૌન

સુરતની આર્થિક પછાત વસાહતો પાંડેસરાની અનેકો સોસાયટીના રહીશોએ કાયમી દારૂના દુષણથી ત્રાસી જઈને રેલી યોજી હતી. (મહિડો )દારૂએ અનેકો પરિવાર માટે અભીશ્રાપ સાબિત થયો છે જુદી જુદી નિષ્યાનંદ ચીજમાથી બનતો દારૂ કાયદા થી મનાઈ છે પણ સર્વત્ર સહેલાયથી મળે છે અનેકો પરિવાર ની બરબાદી નું કારણ બનતા દારૂને બંધ કરવા સરકારી તંત્રના ઈચ્છા શક્તિનો અભાવ કેમ ?

Img 20180926 Wa0005તાજેતરમાં સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે હજારોની સંખ્યામાં દારૂ પીને મૃત્યુ પામેલાઓ ની વિધવાએ પ્રશાશનની નિષફળતા સામે રેલી યોજી. દારૂ બંધીના અમલ ની માંગ કરી હતી ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં તેનો અમલ કેમ નહિ ? આ બાબતે તંત્ર કડક દારૂ બંધી નહિ કરેતો જનતા રેડની ચેતવણી પણ આપતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કાયદો અને વ્યવસ્થાની કેવી સ્થિતિ કેવી છે તેનો ચિતાર આપતી ઘટના હજારો બહેનોએ સામુહિક રેલી રૂપે શહેર પોલીસ કમી કચેરીએ આવેદન પત્ર પાઠવી દારૂ બંધીના અમલની માંગ કરી મહાનગરો થી લઈ રૂરલ વિસ્તારોમાં સહેલાયથી મળતા દારૂ માટે તંત્ર કેમ ઉદાસીન છે ?

Unnamed File 2

તંત્ર ની નિષ્ફળતાથી ત્રસ્ત સ્વંયમ લોકોમાં રોષ જોવા મળ્યો રોજે રોજનું પેટિયું રળતા શ્રમજીવી પરિવારની હજારો વિધવાએ પોતાના પરિવારની બરબાદીનું કારણ દારૂથી થયું હોવાનું જણાવ્યું  હતું. આટલી ધોર બેદરકારી કેમ ? દારૂ બંધી નો ચુસ્ત અમલ કરવામાં તંત્રને રસ કેમ નથી ? ગુજરાતના વિકાસ મોડલની નરી વાસ્તવિકતા છતી કરતી સુરતની રેલી ઘણુ ઘણુ કહી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.