Abtak Media Google News
  • ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ડુમસ પર આવેલ મોલ ખાલી કરવામાં આવ્યો હતો. આખેઆખો મોલ ખાલી કરાવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.
Bomb Blast Threat Mail Received In Surat'S Vr Mall
Bomb blast threat mail received in Surat’s VR Mall

Surat News : લોકસભાની ચુંટણીના માહોલ વચ્ચે સુરતના VR મોલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળતા તંત્ર એલર્ટ થયું. ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ડુમસ પર આવેલ મોલ ખાલી કરવામાં આવ્યો હતો. આખેઆખો મોલ ખાલી કરાવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.

Bomb Blast Threat Mail Received In Surat'S Vr Mall
Bomb blast threat mail received in Surat’s VR Mall

મેઇલમાં શું લખ્યું

સુરત VR મોલને એક મેઈલ આવ્યો હતો જેમાં “જેટલા ને બચાવવા હોઈ તેટલા ને બચાવી લો” બ્લાસ્ટ કરવામાં આવશે. આ પ્રકારનો મેઈલ મળતા તંત્ર દ્વારા ત્વરિત કામગીરી શરૂ કરાઇ હતી. મોલ ખાલી કરવી, ડોગ સ્કવોર્ડ દ્વારા તપસ હાથ ધરવામાં આવી હતી. ACP, DCP સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. મેળની જાણ થતાં તાત્કાલિક અસરથી મોલને ખાલી કરી દેવામાં આવ્યો. ત્યાર બાદ પોલીસ દ્વારા મોલની અંદર ચેકિંગ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.