Abtak Media Google News

પાકિસ્તાન તરફથી  ફરી એક વાર નાપાક હરકત કરવામાં આવી છે જેમાં પાકિસ્તાનનું હેલિકોપ્ટર ભારતીય સરહદની અંદર દાખલ થતું જોવા મળી રહ્યું છે. આ પહેલા પણ પાકિસ્તાન તરફથી આવી હરકતો જોવા મળી છે. પરંતુ આ વખતે તો તેને દેશની શરહદમાં પોતાનું હેલિકોપ્ટર ઘુસાડયું હતું જેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાનનું એક હેલિકોપ્ટર ભારતની સરહદમાં દાખલ થતું જોઈ શકાય છે. એક રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે ગુલપુર સેક્ટરમાં આજે બપોરે લગભગ 12.30 વાગે હેલિકોપ્ટર ભારતની સરહદની અંદર દાખલ થતું જોવા મળ્યું હતું. પાકિસ્તાની હેલિકોપ્ટર અનેક મિનિટો સુધી ભારતીય હવાઈ સીમામાં ફર્યું હતું.


ભારતીય જવાનોએ તેનો વળતો જવાબ આપ્યો હતો અને આ હેલિકોપ્ટર ઉપર ફાઇરિંગ કરવામાં આવ્યું હતું. વિડિઓમાં તમે ફાયરિંગ થતું હોય તેનો આવાજ પણ સાંભળી શકો છો . રિપોર્ટ મુજબ ભારતીય સેનાની કડક પ્રતિક્રિયા બાદ થોડા જ સમયમાં આ હેલિકોપ્ટર પરત ફરી ગયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.