Abtak Media Google News

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા બેડ ગામ પાસેની એક હોટલમાંથી એલસીબીએ ગેરકાયદેસર રીતે વેચાણ કરાતું ડીઝલ પકડી પાડયું છે. ચારસો લીટરના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી તેઓની પૂછપરછ શરૃ કરવામાં આવી છે.

જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખા દ્વારા જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ગુન્હાઓ શોધી કાઢવા માટે ગઈકાલે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમ્યાન સ્ટાફના રઘુભા પરમાર, ફિરોઝ દલ તથા કમલેશ ગરસરને બાતમી મળી હતી કે, ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ ગામ પાસે એક હોટલમાં ગેરકાયદેસર રીતે ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

આ બાતમીથી પીઆઈ આર.એ. ડોડિયાને વાકેફ કરાયા પછી એલસીબીનો કાફલો બેડ નજીક એસ્સાર ટાઉનશીપ સામે આવેલી શિવલહેરી હોટલમાં ત્રાટક્યો હતો તે સ્થળે ચકાસણી કરવામાં આવતા હોટલની પાછળની ઓરડીમાંથી ડીઝલ ભરેલા આઠ કેરબા મળી આવ્યા હતા. એલસીબીએ ચારસો લીટર ડીઝલવાળા આઠ ભરેલા કેરબા અને ત્રણ ખાલી કેરબા કબજે કરી તે સ્થળે હાજર બેડ ગામના વતની અને હાલમાં જામનગરના કૃષ્ણનગરમાં રહેતા નટવર પોપટભાઈ ધારવિયા તથા વસઈના હસન ઓસમાણ સોઢાની અટકાયત કરી કુલ રૃા.૩૦૧૮૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કાર્યવાહીમાં પીઆઈ આર.એ. ડોડિયાની સૂચનાથી પીએસઆઈ વી.વી. વાગડિયા, આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઈ, બશીરભાઈ, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજી પટેલ, શરદ પરમાર, દિલીપ તલાવડિયા, ફિરોઝભાઈ દલ, રઘુભા પરમાર, ખીમભાઈ ભોચિયા, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપ ધાધલ, પ્રતાપ ખાચર, કમલેશ ગરસર, નિર્મળસિંહ બી. જાડેજા, હીરેન વરણવા, મિતેશ પટેલ, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, એ.બી. જાડેજા, અરવિંદગીરી, સુરેશ માલકિયા, લક્ષ્મણ ભાટિયા, દિનેશ ગોહિલ સાથે રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.