Abtak Media Google News

ભાણેજને હોસ્પિટલ લઈ જતા પરિવારને નડયો અકસ્માત

જામકંડોરણા પાસે પીપરડી ગામનો ક્ષત્રીય પરિવાર મોટરકાર લઈને ભાણેજને દવાખાને બતાવવા માટે ધોરાજી તથા અકસ્માત થતા દેર ભોજાઈના મોત નિપજયા છે. જયારે અન્ય ત્રણને ઈજા થતા સારવારમાં હોસ્પિટલ ખસેડાયેલ છે.

જામકંડોરણાનાં પીપરડી ગામના ક્ષત્રીય પરિવારના કિરીટસિંહ ચુડાસમા પોતાના પરિવારજનો સાથે ભાણેજ દુષ્યતસિંહ જાડેજાને હોસ્પિટલમાં બતાવવા માટે ધોરાજી જતા હતા ત્યારે જામકંડોરણા રોડ પર સ્વિફટ મોટરકારનું ટાયર ફાટતા ગોજારો અકસ્માત સર્જાતા પીપરડી ગામના ક્ષત્રીય પરિવારના કિરીટસિંહ ચૂડાસમાનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ.

તેમના ભાભી પ્રભાતબા પ્રભાતસિંહ ચુડાસમા ઉ.વ.૪૦ને ગંભીર ઈજા થતા સારવારમાં હોસ્પિટલમાં ખસેડાયેલ હતા ત્યાં તેમનું મોત નિપજયું છે. જયારે ભાણેજ દુષ્યંતસિંહ જાડેજા ઉ.૭, જગદીશસિંહ પ્રભાતસિંહ ચુડાસમા અને પ્રજ્ઞાબા જનકસિંહ જાડેજાને ઈજા થતા સારવારમા હોસ્પિટલ ખસેડાયેલ છે. આ બનાવ અંગે જામકંડોરણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.