Abtak Media Google News

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જીલ્‍લામાંથી પ્રોહિબીશનની બદીને સંપુર્ણ પણે નેસ્‍તનાબુદ કરવા પ્રોહિબીશનની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખી સફળ રેઇડો કરવા અને તેમના વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.

અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલાની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ અમરેલી તાલુકા પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે મોણપુર ગામમાં રહેતા હિરેન હરસુરભાઇ ડેર તથા તેનો ભાઇ મહીપત ઉર્ફ મયલો હરસુરભાઇ ડેર રહે.બન્નેં મોણપુર તા.જી.અમરેલી વાળાઓ પોતાનાં ઘરે એક ફોરવ્હીલ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલોનો જથ્થો રાખી સગે-વગે કરવાની પેરવીમાં છે તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં મહીપત ઉર્ફ મયલો હરસુરભાઇ ડેર, ઉ.વ.૨૮, ધંધો.ખેતી, રહે.મોણપુર, તા.જી.અમરેલીવાળો પોતાના હવાલા વાળી એસ્‍ટીમ કાર રજી.નંબર જી.જે.૧૪.ઇ.૧૯૧૪ માં અલગ અલગ બ્રાન્‍ડનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૧૦ સાથે મળી આવેલ અને હિરેન હરસુરભાઇ ડેર, રહે.મોણપુર વાળો હાજર નહીં મળી આવતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કિં.રૂ.૩,૦૦૦ તથા એસ્‍ટીમ કાર રજી.નં. જી.જે.૧૪.ઇ.૧૯૧૪ ની કિં.રૂ.૫૦,૦૦૦ મળી કુલ કિં.રૂ. ૫૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી આરોપી મહીપત ઉર્ફે મયલો હરસુરભાઇ ડેર તથા હિરેન હરસુરભાઇ ડેર, રહે.બંને મોણપુર વાળાઓ વિરૂધ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

આ ઉપરાંત અમરેલી તાલુકાના રીકડીયાથી ચિત્તલ તરફના રોડ ઉપર એક મોટર સાઇકલ ચાલક શંકાસ્‍પદ જણાતાં તેને રોકી ચેક કરતાં તેનું નામ ઉપર કાળુભાઇ બાવકુભાઇ વાળા, ઉં.વ.૩૦, ધંધો.ખેતી, રહે.રીકડીયા, તા.જી.અમરેલી વાળો હોવાનું જાણવા મળેલ અને તેને ચેક કરતાં તેના પેન્‍ટના નેફામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧ મળી આવતાં દારૂની બોટલ-૧ કિં.રૂ.૩૦૦ તથા હીરો સ્‍પ્‍લેન્‍ડર મો.સા. રજી.નંબર જી.જે.૧૪.એ.એચ.૭૫૫૦ કિં.રૂ.૨૫,૦૦૦ મળી કુલ કિં.રૂ.૨૫,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપી કાળુભાઇ બાવકુભાઇ વાળા, રહે.રીકડીયા, તા.જી.અમરેલી વાળા વિરૂધ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી આરોપી તથા મુદ્દામાલ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

આમ, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. સ્‍ટાફ દ્વારા એક જ દિવસમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અંગે બે સફળ રેઇડ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.