Abtak Media Google News

આગામી આસો માસના અંતિમ દિવસો તેમજ કારતક માસની શરૂઆતમાં દિપાવલી નૂતન વર્ષ અન્નકુટ ઉત્સવ તેમજ ભાઈબીજ ઉત્સવને અનુલક્ષીને તા.૫ નવેમ્બર ૨૦૧૮ (ધનતેરસ) થી ૯ નવેમ્બર ૨૦૧૮ (ભાઈબીજ) દરમ્યાન શ્રીજીના દર્શનનો ક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો હોવાનું મંદિર વહિવટદારની યાદીમાં જણાવાયું છે. જેમાં ધનતેરસ આસો વદ તેરસ તા.૫/૧૧/૨૦૧૮ને સોમવારે શ્રીજીના દર્શનનો ક્રમ નિત્યક્રમ મુજબનો રહેશે.

રૂપ ચતુર્દશી આસો વદ ચૌદશ તા.૬/૧૧/૨૦૧૮ મંગળવારે મંગલા આરતી સવારે ૫:૩૦ કલાકે, અનોસર (મંદિર બંધ) બપોરે ૧૨:૪૫ કલાકે, સાંજના શ્રીજીના દર્શનનો ક્રમ નિત્યક્રમ મુજબનો રહેશે. દિપાવલી હાટડી દર્શન આસો વદ અમાસ તા.૭/૧૧/૨૦૧૮ને બુધવારે મંગલા આરતી સવારે ૬:૦૦ કલાકે, ઉત્થાપન દર્શન સાંજે ૫:૦૦ કલાકે, હાટડી દર્શન રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ કલાક સુધીનો રહેશે.

નૂતન વર્ષ અન્નકુટ ઉત્સવ કારતક સુદ એકમ, તા.૮/૧૧/૨૦૧૮ને ગુરુવારે મંગલા આરતી સવારે ૬:૦૦ કલાકે, અનોસર (મંદિર બંધ) બપોરે ૧૨:૪૫ કલાકે, અન્નકુટ દર્શન સાંજે ૫:૦૦ થી ૭:૦૦ કલાક સુધી, અનોસર (મંદિર બંધ) રાત્રીના ૯:૪૫ કલાકે રહેશે. ભાઈબીજ કારતક સુદ બીજ તા.૯/૧૧/૨૦૧૮ને શુક્રવારે મંગલા આરતી સવારે ૭:૦૦ કલાકે, અનોસર (મંદિર બંધ) બપોરે ૧૨:૪૫ કલાકે, સાંજના શ્રીજીના દર્શનનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.