Abtak Media Google News

ચાઈલ્ડ પોર્નને સોશિયલ મીડિયાના અન્ય માધ્યમો ઉપરાંત વોટ્સએપ પર શેયર કરનારા પર પણ પોસ્કોની નજર

સોશ્યલ મીડિયાનો ઉપયોગ તેમજ વેબસાઈટોનું વલણ વધતા એડલ્ટ બાદ હવે ચાઈલ્ડ પોર્નોગ્રાફીએ જોર પકડયું છે ત્યારે બાળ શોષણને લઈને કેટલાક નિયમો સખત કરવામાં આવ્યા છે. વ્યવસાયીક ઉપયોગ માટે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું મટીરીયલ સાચવનારા, જોનારા તેમજ ફોરવર્ડ અને વોટ્સએપ પર મોકલનારાને પણ બક્ષવામાં આવશે નહીં.

ચાઈલ્ડ પોર્નોગ્રાફીના નિયમ મુજબ કાયદાને વધુ મજબૂત કરતા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત આરોપીને બિનજામીન પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે અને બીજી વખત દોષીત સાબીત થનારા આરોપીએ સાત વર્ષની જેલ ભોગવવી પડશે.

સંશોધન પ્રસ્તાવમાં સૌથી કઠોર દંડ એવા લોકો માટે રાખવામાં આવ્યો છે જે વ્યવસાયીક ઉપયોગ માટે અશ્ર્લીલ સામગ્રીનો સંગ્રહ કરે છે. હાલ સેકશન ૧૫ અંતર્ગત વધુમાં વધુ ત્રણ વર્ષની જેલની સજા તેમજ ભુગતાનની જોગવાઈ હતી ત્યારે પહેલી વખત દોષીત સાબીત થનારા માટે પાંચ વર્ષની જેલની સજા અને બીજી વખત દોષીત થનારા માટે સાત વર્ષની જેલ ભોગવવાનો વારો આવશે.

ફેક ન્યુઝ અને વોટ્સએપનું વલણ વધતા હવે ચાઈલ્ડ પોર્નોગ્રાફીને વોટ્સએપ પર ફોરવર્ડ કરનારાને પણ બક્ષવામાં આવશે નહીં. આ ઉપરાંત બાલયૌન સંરક્ષણ અપરાધ અધિનિયમ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેકસ્યુઅલ એકટ એટલે કે, પોકસોમાં કહેવાયું છે કે, ચાઈલ્ડ પોર્નોગ્રાફીની દરેક વિગતો સાથે જોડાયેલી અશ્ર્લીલ તસ્વીરો તેમજ વિડીયોને વોટ્સએપ પર શેયર કરનારા માટે પણ દંડની જોગવાઈ કરવામાં આવી છે. બાળ તેમજ મહિલા કલ્યાણ મંત્રાલયને આશા છે કે, આ પ્રાવધાન અંગે જલ્દી મંજૂરી મળી રહેશે. પોકસોની ધારા-૧૫ અંતર્ગત બાળકોને લગતી અશ્ર્લીલ વિગતો રાખનારને ઓછામાં ઓછા રૂ.૧ હજારનો દંડ અને જેલની જોગવાઈ છે અને બીજી વખત દોષીત થનારા માટે ૫ હજાર રૂપિયાનો દંડ રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.