Abtak Media Google News

થી ટ્રેનનો કોમર્શિયલ ઉપયોગ કરાશે દેશની સૌથી ઝડપી ટ્રેન બનશે ટ્રેન-૧૮

ભારતની પહેલી એન્જીનલેસ ટ્રેન-૧૮ ને ટ્રાયલ રનમાં ૧૮૦ કી.મી. પ્રતિકલાકની સ્પીડ પાર કરી દીધી છે. કોટાસવાઇ માધોપુર સેકશનમાં ટ્રેને આ સ્પીડ પાર કરી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જયારે ૧૦૦ કરોડના ખર્ચે દેશમાં જ બનેલી આ ટ્રેન શરુ થઇ જશે ત્યારે તે દેશની સૌથી વધુ ઝડપે દોડતી ટ્રેન બની જશે. હાલ દેશમાં ૧૬૦ કી.મી. પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન છે. પરંતુ આ એન્જીનલેસ ટ્રેન વ્યવહારમાં આવશે ત્યારે શતાબ્દીની જગ્યા લેશે.

હાઇસ્પીડ એન્જીનલેસ લકઝયુરીયસ ટ્રેન ને ત્રણ મહિના માટે પ્રાયોગીક ધોરણે દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેન જાન્યુ-૨૦૧૯ માં કોમર્શીયલ બેઝ પર શરુ થશે. આ અંગે વધુ જણાવતા ઇટેઝલ કોચ ફેકટરીના જનરલ મેનેજર એસ. મણિએ કહ્યું કે, આ ટ્રેનના કેટલાક મહત્વના પરીક્ષણો પૂર્ણ થઇ ગયા છે.રિપોર્ટના આધારે નકકી થશે. કે તેમાં કેટલાક ફેરફાર કરવા હાલ કોઇપણ પ્રકારની ટેકનીકલ ખામી સામે આવી નથી. અમને આશા છે માં આ ટ્રેનનો કોમર્શિયલ ઉપયોગ થઇ શકશે. સામાન્ય રીતે આવા પરીક્ષણમાં ત્રણ મહિનાનો સમય લાગે છે. પરંતુ હવે આ ટ્રેને ગતિ પકડી લીધી છે.

વધુમાં અધિકારીઓને જણાવ્યું છે કે જો બધુ જ બરાબર રહ્યું તો ટ્રેન-૧૮ શતાબ્દી એકસપ્રેસની જગ્યા લેશે. આ ટ્રેન ર૦૦ કી.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ચેન્નાઇની કોચ ફેકટરીમાં તૈયાર થયેલી ટ્રેન-૧૮ ની સ્પીડના કારણે મુસાફરીનો સમય ૧૦ થી ૧પ ટકા બચી જશે.

આ ટ્રેનમાં સ્માર્ટ બ્રેકીંગ સિસ્ટમ છે. ૧૬ કોચ વાળી આ ટ્રેનમાં ર વિશેષ કોચ છે. જેમાં ૩૬૦ ડીગ્રી સુધી ફરવાની ક્ષમતા ધરાવતી સીટનો ઉપયોગ કરાયો છે. એયરોડાયનેમિક ડિઝાઇન વાળી ડ્રાઇવર કેબીન ટ્રેનની બન્ને બાજુ પર લગાવાયા છે. જેથી ટ્રેનના નિર્ધારીત સ્ટેશને પહોચ્યા બાદ તુરંત પરત ફરી શકાય આ ટ્રેનમાં એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમ છે. જેનાથી ઉર્જાની બચત થશે

ટ્રેન-૧૮ એરક્ધડીશન ટ્રેન છે જેનાથી પેસેન્જર્સને સેફટી મળી રહે આ ટ્રેનમાં લગેજ માટે પણ વધુ જગ્યા ઉપલબ્ધ છે.મહત્વનું છે કે આ ટ્રેન-૧૮ ની સફળતા બાદ આઇસીએફ આવતા વર્ષ સુધીમાં વધુ ૪ ટ્રેનનું નિર્માણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.