Abtak Media Google News

બોર્ડની પૂરક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ – જિલ્લા, રાજ્ય કક્ષાએ રમવા જતા છાત્ર માટે કોલેજ પ્રવેશમાં ૧૦% સીટ અનામત રાખવા માંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શનિવારે પદવીદાન સમારોહ બાદ સેનેટની બેઠક યોજાવાની છે ત્યારે તેમાં સેનેટ સભ્યોએ પૂછેલા સવાલના જવાબમાં સામે આવ્યું છે કે યુનિવર્સિટીમાં કાયમી રજીસ્ટ્રાર અને પરીક્ષા નિયામક બનવા માટે ૫૫ વહીવટીવિદોએ અરજી કરી છે. સાથે જ યુનિવર્સિટીના અધ્યાપકો માટે ડ્રેસ કોડ રાખવા કોંગી સેનેટ સભ્યએ માંગ ઉઠાવી છે તો અન્ય એક કોંગી સેનેટ સભ્યે રમત – ગમતમાં સિધ્ધી મેળવતા વિદ્યાર્થીઓ માટે ૧૦ ટકા બેઠક અનામત અને બોર્ડની પરીક્ષા બાદ સપ્લીમેન્ટરી પરીક્ષા છાત્રો માટે કોલેજમાં પ્રવેશ વખતે ૧૦ ટકા બેઠક સુપર ન્યુમરી રાખવા પ્રસ્તાવ મૂક્યો છે.

સેનેટસભ્ય ધરમ કાંબલીયાએ પ્રોફેસર, એસો.પ્રોફેસરઅને આસી.પ્રોફેસર માટે કોટ – પેન્ટ- ટાઈ જેવો યુનિફોર્મ નક્કી કરવા માંગ ઉઠાવી છે અને તેનો ખર્ચ યુનિવર્સિટીફંડમાંથી ચૂકવવાની જોગવાઈ કરવા સૂચવ્યું છે. ગુજરાત બોર્ડની પરીક્ષાબાદ લેવાતી સપલીમેન્ટરી પરીક્ષા લેવાયા બાદ જે વિદ્યાર્થીઓ ઉતીર્ણ થાય છે.

તેમને સરકારીઅને અનુદાનિત કોલેજમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી થતી હોવાથી આવા વિદ્યાર્થીઓ માટેકોલેજના કુલ ઇન્ટેકની ૧૦ ટકા બેઠક સુપર ન્યુમરી બેઠક તરીકે રાખવામાં આવે તેવો પ્રસ્તાવકોંગી સેનેટ સભ્ય તૌસીફ પઠાણે મૂક્યો છે. તેમને અન્ય પ્રસ્તાવમાંરમત – ગમતમાં જીલ્લા અને રાજ્ય કક્ષાએ સફળતા પ્રાપ્ત કરી હોયતેવા વિદ્યાર્થીઓ માટે કોલેજમાં પ્રવેશ માટે ૧૦ ટકા બેઠક અનામત રાખવા પણ માંગ ઉઠાવીછે.

સેનેટસભ્ય લીલા કડછાએ પૂછેલા સવાલમાં જવાબ મળ્યો કે કાયમી કુલસચિવ બનવા માટે ૧૭ અરજી અનેપરીક્ષા નિયામક બનવા ૩૮ અરજી આવી છે. કાયમી કુલસચિવ બનવા સૌરાષ્ટ્રયુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર આર.જી.પરમાર, ગોધરાની ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલસચિવજી.કે.જોશી અને હિસાબી અધિકારી કે.એન.ખેર સહિતનાએ અરજી કરી છે. જ્યારેપરીક્ષા નિયામક બનવા માટે મોટાભાગે સેલ્ફ ફાયનાન્સ કોલેજના એકેડમિક એક્સ્પર્ટે અરજીકરી છે.

રજીસ્ટ્રાર અને પરીક્ષા નિયામક બનવા ૧૫ વર્ષના વહીવટીઅનુભવની જરૂર પડે છે. કડછાના અન્ય સવાલમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષનીફરતે દિવાલ બનાવવાનું આયોજન હોવાનું ખૂલ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીસંલગ્ન કોલેજ કે સંસ્થા સૌરાષ્ટ્ર – ગુજરાત સિવાય ક્યાય છે? 

તેવા સેનેટ સભ્ય પ્રિયવદનકોરાટે પૂછેલા સવાલનો જવાબ મળ્યો કે, મુંબઈની ઓલ ઈન્ડિયા ઇન્સ્ટીટ્યુટઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, દીવ સરકારી કોલેજ, દહેરાદૂનની વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફોરેસ્ટ, ગુજરાતસ્ટેટ બાયોટેકનોલોજી મિશન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી – ગાંધીનગર, ઈન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ- ભોપાલ અને કોઇમ્બતુરની સલીમ અલી સેન્ટર ફોર ઓર્નીથોલોજી એન્ડ નેચરલહિસ્ટ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સંસ્થા છે. પ્રિયવદન કોરાટેમહારાષ્ટ્ર અને મુંબઈની જેમ રાત્રી કોલેજ શરૂ કરવા માંગ ઉઠાવીછે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.