Abtak Media Google News

ગારીયાધારમાં પ્રેમ પ્રકરણના કારણે પિતા-પુત્રની હત્યાના ગુનામાં ઝડપાતા રાજકોટના બાળ સરક્ષણ ગૃહમાં રખાયા હેતો

ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં સાતેક માસપહેલાં પિતા-પુત્રની હત્યાના ગુનામાં ઝડપાયેલા અને રાજકોટ સ્પેશ્યલ હોમ ફોર બોયમાંરખાયેલા બાળ આરોપી ત્રણેક માસ પહેલાં ફરાર થયા બાદ ગતરાતે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફેતેની ધરપકડ કરી છે.

ગોંડલના ઘોઘાવદર રોડ પર ગજાનંદ સિમેન્ટ સામે રહેતા ફૈઇઝમહંમદશા રફાઇની બહેન પરિણીત હોવા છતાં બીપીન ગોરધન નામનો શખ્સ ભગાડી જતા ફૈઇઝ રફાઇતેનો મોટો ભાઇ અને બનેવીએ મળીને બીપીન અને તેના પિતા ગોરધનની હત્યા કર્યાનોગારીયાધાર પોલીસમાં ગુનો નોંધાયો હતો.

બીપીન અને તેના પિતા ગોરધનભાઇની હત્યા કરીત્યારે ફૈઇઝ રફાઇ સગીર હોવાથી તેને રાજકોટના બાળ સરક્ષણ ગૃહમાં રખાયો હતો. ત્યાંથીતે ત્રણેક માસ પહેલાં ફરાર થયા બાદ ચુનારાવાડ ચોકમાં હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. ડી.પી.ઉનડકટ, એએસઆઇ જયદીપસિંહ રાણા,હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ વનાણી, હિતેન્દ્રસિંહ જઆળઆ, પૂષ્પરાજસિંહ પરમાર અને યુવરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે ચુનારાવાડ ચોકમાંથીઝડપી લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.