Abtak Media Google News

આઝાદીકાળથી ભારતમાં પ્રાદેશિક ધોરણેચાલતા વાયદાનાં કારોબાર છેલ્લા દોઢ દાયકાથી ટેકનોલોજી સજ્જ નવા રૂપમાં ચાલુ થયાછે. ૧૯૫૦ ના દાયકામાં પ્રાદેશિક એક્સચેન્જો ચાલતા હતા ક્યારેક કાયદેસર તો ક્યારેક ગેરકાયદે,..! અંતે જ્યારે ભારતે વૈશ્વીક બજાર સાથે કદમ મિલાવવા ઠઝઘ અંતર્ગત કરાર કર્યા ત્યારે સરકારે નક્કી કર્યુ કે હવે વેપારીઓ, નિકાસકારો અને આયાતકારો માટેભાવનાં જોખમ ઘટાડવા માટે વાયદા કારોબારને કાયદેસર કરવાની જરૂર છે. ત્યારબાદ કાબરા સમિતીની નિમણુંક થઇ અને આ સમિતીની ભલામણોના આધારે દેશમાં ઓનલાઇન વાયદા કારોબાર શરૂ થયા. 

કાબરા કમિટીની ભલામણોમાં વાયદાને એવું રૂપ આપવાની વાત હતી કે જેનાથી ખેડૂતોને પણ તેમની નિપજનાં વ્યાજબી ભાવ મળી રહે.એસમયે કરાયેલા સર્વેનું તારણ એવા સંકેત આપતું હતું કે દેશનો ક્ધઝ્યુમર ૧૦૦ રૂપિયાની ખરીદી કરે છે તો તેમાંથી માંડ ૩૩ રૂપિયા ખેડૂતોને મળે છે બાકીનાં નાણાં વચેટિયા ઓના ખિસ્સામા જાય છે.

એ સમયે સરકારે લક્ષ્યાંક રાખ્યું હતું કે પ્રથમ તબક્કામાંખેડૂતોને ૬૫ રૂપિયા મળતા થાય તેવા પ્રયાસો કરવા.ખેડૂતો જો વાયદાનાં કારોબાર સાથેજોડાય, સીધા જ કોર્પોરેટસને પોતાની નિપજ વેચે તો વચેટિયાનો ગાળો ઘટે અને ખેડૂતોનેવધારે વળતર મળે, એવું અહીં ગણિત હતું.

પરંતુ સરકારની હાલત કરવા ગયા કંસાર અનેથઇ ગયું થુલું જેવી થઇ. કારણકે ૧૫૦ વર્ષથી જુની ઢબે વેપાર કરવા ટેવાયેલી લોબીને આનવી સિસ્ટમ હજમ થતી નહોતી. આ ઉપરાંત વાયદાનાં કારોબારમાં ડિલીવરીની લોટ સાઇઝ એટલીમોટી હતી .

કે કોઇ એક ખેડૂત એટલું ઉત્પાદન લેતો નહોય. પછી વાયદાનાં માળખામાં ફેરફારોથયા, ખેડૂતોને વાયદાનાં ભાવની જાણકારી પહોંચે તેવા પ્રયાસ કરાયા તેથી તેમનોમંડીઓમાં વેપારીઓ સાથેના સોદામાં બાર્ગેનિંગ પાવર વધ્યો. આજે દેશની ઘણી મંડીઓમાંવાયદાના ભાવ જોયા પછી જ સોદા થાય છે.

આ નવા ધારાના કારણે ખેડૂતોને ૧૦ થી ૧૨ ટકાજેટલા વધારે વળતર મળતાં શરૂ થયા.આ ઉપરાંત વાયદાની લોટ સાઇઝની સમસ્યાનાં હલ માટેએકસચેન્જોએ ઋઙઘ ને વાયદા સાથે જોડવાનું અભિયાન છેડ્યું છે આવા એક  FPO માં ૨૦ થી માંડીને ૨૦૦૦ સુધીનાં ખેડૂતો સભ્યો હોય છે. હવે FPO જ્યારે વાયદામાંવધારે ભાવ ચાલતા હોય ત્યારે વેચાણ કરીને બધા કિસાનો વતી સોદો કરે છે. આ સોદાથી થતોનફો સૌ ને વહેંચી દે છે.

લોકો શેરબજારો અને કોમોડિટીનાંકારોબારની સરખામણી કરે છે. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે શેરબજાર શેરનાં ભાવ વધે સુચકાંક ઉપર જાય તો સૌ ખુશ થાય છે. જ્યારે કોમોડિટીમાં જો ભાવ વધે તો મોંઘવારીની રડારોળ કરીને ક્ધઝ્યુમર સરકારને પરેશાાન કરે અને જો ભાવ ઘટે તો ખેડૂતો આંદોલન કરે.તેથી સરકારને એવા વિક્લ્પની આવશ્યકતા મહેસુસ થઇ જે સ્થાનિક લોકો નાં ભાવ કાબુમાંરાખે જ્યારે વિદેશીઓનાં નાણાંથી ખેડૂતોને લાભ થાય.

આપણા દેશમાં કપાસ, એરંડા, ગુવાર સીડ, જીરૂ, ધાણા, મરચાં, હળદર, ચણા, કે મરી જેવી ઘણી કોમોડિટીઓ છે જેના ઉત્પાદન અને વપરાશમાં ભારતનું ટોચનું સ્થાનછે.

આ કોમોડિટીની ગુણવત્તાનાં કારણે ભારતનોએકસપોર્ટ બિઝનેસ પણ સારો છે. હવે જો આ ઉત્પાદનોનાં ભાવ ભારતમાં નક્કી થાય અર્થાત બેન્ચ માર્ક થાય તો ભારતને ઘણો ફાયદો થઇ શકે એમ છે. આ માટે આપણા વાયદાનાંકારોબારમાં વિદેશીઓને હેજીંગની કે ટ્રેડિંગની પરવાનગી આપવી જરુરી હતી. સરકારેતાજેતરમા

વિદેશી કંપનીઓ માટે હેજીંગનાં દરવાજા ખોલ્યા છે.આ ઉપરાંત વિદેશીઓનાં કારોબારના સમયને અનુકુળતા રહે તે માટે ભારતનાં એક્સચેન્જોમાં પણ ટ્રેડિંગ સમય વધારવાની પહેલ કરવામાં આવી છે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આપેલા ટાઇટલ ડબલીંગ ફાર્મર ઇન્કમ -૨૦૨૨ને સાકાર કરવામાં પણ આ પહેલ મહત્વપૂર્ણ ભમિકા ભજવી શકે છે. એમ તો ૨૦૦૦ સાલમાં સરકારે જે ગણતરી મુકી હતી કે ખેડૂતોને ૩૩ રૂપિયાની જગ્યાએ ૬૫ રૂપિયા મળવા જોઇએ તે એક પ્રકારે ડબલીગ ફાર્મર ઇન્કમ જેવીજ પહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.