Abtak Media Google News

નાણાંની લેણદેણમાટે જોખમ  મુકત વર્ચ્યુઅલ કરન્સી તૈયાર કરાવશે: આર.બી.આઈ.

અબતક,રાજકોટ

કોલેજમા યુવા નોલેજ શેરીંગ પ્રોગ્રામ અંતર્ગત ભારતીય અર્થતંત્ર ઉપરના વર્તમાન પ્રવાહોની બાબતમા સેશન ચાલુ હતુ ભારતીય અર્થતંત્ર પર વિધ્યાર્થીઓ સાથે ચર્ચા શરુ હતી હાલના સમયમાં ટેક્નોલોજીએ લોકોની વાતચીત કરવાની કામ કરવાની ખરીદી શોપિંગ કરવાની અને માલસામાન માટે ચૂકવણી કરવાની રીતો બદલી નાખી છે કંપનીઓ વેપારીઓ અને કસ્ટમર હવે પહેલાની જેમ રોકડ ને મહત્વ આપતા નથી અને પેમેન્ટ માટે ડિજિટલ કોન્ટેક્ટલેસ ચૂકવણીને માર્ગ અપનાવી રહ્યા છે સ્માર્ટફોનની ઝડપી લોકપ્રિયતા સાથે ગ્રાહકો ડિજિટલ પ્લેટફોર્મ પર વસ્તુઓ માટે ચૂકવણી કરતા થયા છે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ મોબાઈલ વોલેટ નેટબેન્કિંગ જેવી સર્વિસનો ઉપયોગ કરીને ડિજિટલ પ્લેટફોર્મ પર ચુકવણી કરી રહ્યા છે અને હવે એક નવી ચુકવણી સિસ્ટમ ઉભરી રહી છે અને તેમા   ચિરાગે સરને પુછ્યું .

ડિજિટલ કરન્સી એટલે કે આર.બી.આઈ. નો ઈ રૂપિયો શું છે આ કેવી રીતે કામ કરશે , સરે કહ્યુ ડિજિટલ કરન્સી એટલે કે ડિજિટલ રૂપિયો અથવા ઈ રૂપિયો , જે દેશની ડિજિટલ ઇકોનોમીને મજબૂત બનાવશે તેની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે ચાલુ વર્ષ 2022 23 નું બજેટમા કરી હતી આરબીઆઈ એ કહ્યું છે કે સી.બી.ડી.સી.એટલે કે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી લોકોને નાણાંની લેણદેણ માટે એક રિસ્ક ફ્રી વર્ચ્યુઅલ કરન્સી તૈયાર કરાવશે . સીબીડીસીના બે ધ્યેય છે .  પ્રથમ ડિજિટલ રૂપિયો તૈયાર કરવો અને, બીજુ કોઈ પણ અડચણ વગર તેને લોન્ચ કરવો એટલે ડિજિટલ કરન્સી એ ફિઝિકલ કરન્સીનું જ ઇલેક્ટ્રોનિક રૂપ છે ડિજિટલ કરન્સીની વેલ્યૂ પણ તાજેતરની કરન્સની જેમ જ હશે અને એ જ રીતે તેનો સ્વીકાર પણ કરવામાં આવશે

પરંતુ સર આરબીઆઈ ડિજિટલ કરન્સી કેમ લોન્ચ કરવા માગે છે, વિજયે પુછ્યુ સરે જવાબ આપ્યો વિજય કોઇ સારી વસ્તુથી આપણો સમય શક્તિ ખર્ચમા બચત થાય તો સ્વાભાવિક છે કે તેના અમલીકરણની

દિશામા યોગ્ય કામગીરીની શરૂઆત થાય છે એટલા માટે આરબીઆઈ દેશમાં ફિઝિકલ કેશના મેનેજમેન્ટમા થતા ભારે ભરખમ ખર્ચને ઓછો કરવા માગે છે.

એટલે કે નોટો છાપવી તેને સર્ક્યુલેટ કરવી અને તેના ડ્રિસ્ટ્રબ્યુશનનો ખર્ચ ઓછો કરવા માગે છે . તેઓ પેમેન્ટ સિસ્ટમની કાર્યક્ષમતા વધારવા માગે છે અને તેમાં ઇનોવેશન પણ કરવા માગે છે . આ સાથે સૌથી મહત્વની બાબત એ છે કે ડિજિટલ કરન્સી પોતાના ઑફલાઇન ફીચરના કારણે એવા વિસ્તારમાં પણ કામ કરશે. જ્યાં વીજળી અને મોબાઇલ નેટવર્ક નથી.

ઈ રૂપિયો ભારતીય રૂપિયાનું ડિજિટલ વર્ઝન હશે આરબીઆઈ તેના બે વર્ઝન જાહેર કરશે ઇન્ટરબેંક સેટલમેન્ટ માટે હોલસેલ વર્ઝન અને સામાન્ય લોકો માટે રિટેલ વર્ઝન  આરબીઆઈ  ઇનડાયરેક્ટ મોડલ અનુસાર ડિજિટલ રુપી એવા વોલેટમાં હાજર થશે જે કોઈ બેંક અથવા સર્વિસ પ્રોવાઇડર સાથે જોડાયેલું હશે.

મનોજે પોતાની વાત મૂકતા કહ્યુ કે ભારતીય ડિજિટલ કરન્સી એ ક્રિપ્ટો કરન્સી જ ગણાશે, ના સરે ઉત્તર વાળ્યો . પરંતુ આ પ્રશ્ન સ્વાભાવિક છે કારણકે થોડા દિવસ પહેલાની ચર્ચામા આપણે વાત કરેલી કે ક્રિપ્ટો કરન્સી એ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે જે ફંડના વ્યવહારો માટે બેંકો પર આધાર રાખતી નથી તેના માટે કોઈ બેન્ક એટીએમ નથી. તે એક એવી સિસ્ટમ છે જે કોઈપણ વ્યક્તિને ગમે ત્યાં ચૂકવણી મોકલવા અને પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે વિશ્વમાં અનેક દેશોમાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ ઓનલાઈન ખરીદી અને વેચાણમાં થઈ રહ્યો છે સરળ ભાષામાં સમજીએ તો વિશ્વમાં દરેક દેશ પાસે પોત પોતાની કરન્સી હોય છે જેમ કે ભારત પાસે રૂપિયો અમેરિકા પાસે ડોલર સાઉદી અરબ પાસે રિયાલ છે . આવી જ રીતે બધા દેશો પાસે પણ પોતાનું ચલણ હોય છે ક્રિપ્ટોકરન્સીમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.

તેનો ડિજિટલ રૂપિયો સિસ્ટમમાં ઉપયોગ કરવામાં આવી શકે છે પરંતુ હજુ આર.બી.આઈ. એ જણાવ્યું નથી કે ઈ રૂપિયામાં આનો ઉપયોગ થશે .

બિટકોઇન અને ઇથેરિયમ જેવા બિટકોઇન મુખ્ય ક્રિપ્ટોકરન્સી છે પરંતુ ડિજિટલ રૂપિયો  રિઝર્વ બેંકના નિયંંત્રણમાં હશે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમે એટલાન્ટિક કાન્સિલ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી ટ્રેકર હેઠળ જણાવ્યું છે કે 100 થી વધુ દેશ સીબીડીસી લાવવાની યોજના બનાવી રહ્યા છે હાલ નાઇજીરિયા અને જમૈકા સહિતના દસ દેશ ડિજિટલ કરન્સી લોન્ચ કરી ચૂક્યા છે . ચીન 2023 માં ડિજિટલ કરન્સી લોન્ચ કરશે જી.20 સમૂહના 19 દેશ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.