Abtak Media Google News

થોડા સમયથી ભારતમાં વેલનેસ પ્રત્યે લોકોની જાગૃતિ વધી ગઈ છે કેટલાક લોકો વજન ઉતારવા તો કેટલાક વધારવા અને કેટલાક લોકો પોતાની બોડીને શેપ આપવા માટે જાય છે. જિમ ઉપરાંત લોકો પોતાના ડાઈટમાં પણ ખાસો એવો ફેરફાર કરતા હોય છે .અમુક લોકો માત્ર દેખાડો કરવા માટે જ જિમ માં જતાં હોય છે વજન ઘટાડવા કે વધારવા તો સૌ માંગતા હોય પરંતુ પરસેવો પાડવો કોઈ ને પસંદ નથી.

Advertisement
Image 2

આમ તો આપના પૂરા ભારતમાં ઘણા બધા જુદા જુદા જિમ છે પરંતુ શું તમે એકવાજીમનું નામ સાંભળ્યુ છે જી હા મિત્રો પાણીની અંદર જિમ સાંભળીને થોડું આશ્ચર્ય થશે, કે પાણીની અંદર જિમ કઈ રીતે ?? મુંબઈમાં પહેલી વખત પાણીની અંદર જિમ ખોલવામાં આવ્યું છે . જે શારીરિક સુધારણા અને ઈજાના પુનઃપ્રાપ્તિ માટે દાવો આપે છે .

Untitled 1 56

મેરિકો લિ. (જે કંપની પેરાશૂટ નારિયેળ તેલ બનાવે છે ) તેના અધ્યક્ષ હર્ષ મારવાલા દ્વારા સ્થાપના કરવામાં આવી છે, ઓર્થોપેડિક, ન્યુરોલોજી, પેડિયાટ્રીક્સ અને સ્ત્રીઓ જેવી સેવાઓમાં અંડરવોટર જિમનો ઉપયોગ ઉપચાર માટે  કરે છે .

https://www.instagram.com/p/BqRfgfzHQ7j/

૭૦૦૦ સ્કેવર ફૂટની આ જગ્યા હવા તેમજ પ્રકાશ થી ભરપૂર છે જેમાં ત્રણ સ્વિમિંગ પુલ રાખવામા આવેળ છે .અંધેરી વેસ્ટમાં આવેલું કેન્દ્ર  કેમેસ્ટ્રી ક્ંટ્રોલ તેમજ ત્રણ ગરમ ઇન્ડોર પૂલ અને પાણીની ટ્રેડમિલો ધરાવે છે. જે જુદી-જુદી સારવારની જરૂરિયાતોને પહોંચી વળવા 28 થી 34 ડિગ્રી સેલ્શિયસ તાપમાનમાં રહે છે. પૂલ ગ્લાસ માળા અને ઓઝોન અને યુવી-રે ફિલ્ટર્સથી સજ્જ છે. જે પીએચ સ્તરને જાળવી રાખે છે.પુલ ની અંદર પણ જુદા જુદા જિમના સાધનો ગોઠવામાં આવ્યા છે ખરેખર ખૂબ જ અનોખો આઇડિયા છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.