Abtak Media Google News

મોબાઇલ નંબર ટ્રેસ કરી કરોડોની કિંમતના મોબાઇલ શોધી કાઢવા, આઇ-વે પ્રોજેકટ પૂર્ણ કરવામાં મહત્વનું યોગદાન 

સમગ્ર સૌરાષ્ટ્રની આંગડીયા લૂંટ, રહસ્યમય હત્યા સહિતના અનેક અનડીટેકટ ઘટનાનો મોબાઇલ નેટવર્ક અને નંબર ટ્રેસ કરી ભેદ ઉકેલવામાં માહિર મનાતા સાઇબર સેલના પી.આઇ. એન.એન.ઝાલા વય મર્યાદાથી નિવૃત થતા પોલીસ અધિકારી સહિતના પોલીસ સ્ટાફે તેઓને શુભેકચ્છા પાઠવી છે.

રાજકોટ એવીપીટીમાં મરીન વાયરલેશ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરી ૧-૧૧-૮૦થી ગુજરાત પોલીસ વાયરલેશ વિભાગમાં જોડાયા બાદ અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનર, જામનગર, રાજકોટ રૂરલ અને રાજકોટ સિટી સહિતના શહેરોમાં પી.આઇ. એન.એન.ઝાલાએ પ્રસંશનીય ફરજ બજાવી છે.

રાજકોટ શહેરમાં આઇ-વે પ્રોજેકટ પૂર્વ કરવામાં એન.એન.ઝાલાનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેમજ રાજકોટ શહેરમાં સાઇબર સેલ પોલીસ સ્ટેશનના તેઓ પ્રથમ પી.આઇ. બન્યા છે. તેઓએ અત્યાર સુધીમાં તા.૧૬-૬-૧૬ થી તા.૩૧-૧૨-૧૮ સુધીમાં રૂ.૫.૪૫ કરોડની કિંમતના ૪૩૨૭ મોબાઇલ શોધી મુળ માલિકને પરત કર્યા છે.

મોરબી, ટંકારા, રાજકોટ અને બગોદરાની કરોડો ‚પિયાની આંગડીયા લૂંટનો મોબાઇલ એનાલીસીસ અને લોકેશન ટ્રેસ કરી ભેદ ઉકેરવા ઉપરાંત મોરબી ડબલ મર્ડર, રાજકોટની સ્વતિકત પેઢીની રૂ.૯૫ લાખની લૂંટનો ભેદ ઉકેલવામાં પી.આઇ. એન.એન.ઝાલાની મહત્વની કામગીરી ધ્યાને લઇને તેઓને તા.૧૫-૮-૨૦૧૨માં રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો હતો. તેઓની નિવૃતી બાદ પણ પોલીસ ડીપાર્ટમેન્ટને મહત્વની કામગીરીમાં લાભ લેવામાં આવનાર હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.