Abtak Media Google News

મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ દ્વારા વિકાસ કામો માટે નગરપાલિકા અને મહાનગરપાલિકાની ૧૦૦૦ કરોડના ચેકોનું વિતરણ કરાશે: સોમવારે ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં ભાજપના નગરસેવકો આપશે હાજરી

રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના ૩૮ કોર્પોરેટરોને મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ તેડુ મોકલ્યુ છે. આગામી સોમવારે પાટનગર ગાંધીનગર સ્તિ ટાઉન હોલ ખાતે મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજયની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના વિકાસ કામો માટે ફાળવવામાં આવનાર ૧૦૦૦ કરોડના ચેકોનું વિતરણ કરવામાં આવશે. આ તકે સ્વચ્છ રેન્કીંગમાં ટોપ-૫૦માં સન હાંસલ કરનાર રાજકોટ સહિત ગુજરાતના ૧૨ શહેરોનું મુખ્યમંત્રી હસ્તે સન્માન કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આગામી સોમવારે સવારે ૧૦ કલાકે ગાંધીનગર સ્તિ ટાઉન હોલ ખાતે મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ અને રાજય સરકાર દ્વારા ૧૦૦૦ કરોડના ચેક વિતરણનો કાર્યક્રમ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજયના ૧૨ શહેરોનું સન્માન કરવામાં આવશે જેમાં રાજકોટ મહાપાલિકાના ભાજપના ૩૮ કોર્પોરેટરો હાજર રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દેશના સૌી સ્વચ્છ ૫૦ શહેરોમાં રાજકોટનો ૧૮મો ક્રમાંક આવ્યો છે. સ્વચ્છતામાં સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ સહિત રાજયના ૧૨ શહેરોનું મુખ્યમંત્રી દ્વારા સન્માન કરવામાં આવશે. રાજય સરકાર અને મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ દ્વારા પ્રમ હપ્તામાં વિકાસ કામો માટે ૧ કરોડ ‚પિયા ફાળવવામાં આવે છે. આ વર્ષે ફાયનાન્સ બોર્ડ દ્વારા વધુ રકમની ચૂકવણી કરવામાં આવે તેવી સંભાવના પણ જણાય રહી છે.

બીજેપી કોર્પોરેટરના લેટરપેડ પર પંડિત દિનદયાલના સ્ટીકરો જોવા મળશે

એકાત્મક માનવવાદના અને મુલ્યનિષ્ઠ રાજકારણના પ્રણેતા એવા પંડિત દિનદયાલજીના શતાબ્દી વર્ષની ઉજવણી હાલ ચાલી રહી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના ૩૮ કોર્પોરેટરો પોતાના લેટરપેડ પર પંડિત દિનદયાલજીના સ્ટીકરો લગાવશે તેમ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, પંડિત દિનદયાલજીના સ્ટીકરો લગાવવા માટે કોર્પોરેટરો નવા લેટરપેડ છપાવશે નહીં પરંતુ હયાત લેટર પેડ પર મહાપાલિકાના લોગોની બાજુમાં પંડિત દિનદયાલજીના સ્ટીકર લગાવવામાં આવશે. જેના પર પંડિત દિનદયાલ ઉપાધ્યાય જન્મ શતાબ્દી વર્ષ લખેલું હશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.