Abtak Media Google News

આર.આર.સેલ દરોડો પાડી ૯૫૧૯ બોટલ દારૂ અને બે વાહન મળી રૂ. ૫૬.૦૯ લાખનો મુદામાલ કબ્જે: પાંચની શોધખોળ

રાજકોટ આર.આર. સેલ દ્વારા રેન્જ વિસ્તારમાં બુટલેગરો પર ઘોંસ બનાવી એક સપ્તાહમાં ત્રણ સ્થળે દરોડો પાડી આશરે રૂ. ૯૫ લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો જેમાં સાયલા તાલુકાના ડગીયા ગામની સીમમાં વિદેશી દારૂનું કટીંગ વેળાએ આર.આર.સેલના સ્ટાફે ત્રાટકીને રૂ. ૯૫૧૯ બોટલ દારૂ અને બે વાહનો મળી રૂ. ૫૬ લાખના મુદામાલ સાથે બૂટલેગર અને ટ્રકના ચાલકની ધરપકડ કરી હતી જયારે નાશી છૂટેલા ત્રણ શખ્સોની શોધખોળ આદરી છે.

Img 20190108 082652

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ રેન્જના વડા સંદીપસિંહ રેન્જમાં દારૂના ધંધાર્થી પર ઘોસ બોલાવવા આપેલી સૂચનાને પગલે પીએસઆઈ એમ.પી. વાળાએ સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલી જેમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીનાં આધારે લક્ષ્મણસિંહ ઝાલા, સવજીભાઈ દાફડા, રાજદીપસિંહ, શિવરાજભાઈ ખાપટ, સંદીપસિંહ અને શકિતસિંહ સહિતના સ્ટાફે સાયલાના ડગીયા ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ વેળાએ ત્રાટકયા હતા અને નાશ ભાગ મચી ગઈ હતી.

દરોડા દરમિયાન સ્થળ પરથી એમ.૪૦ અને ૪૧૨૪ નંબરનાં ટ્રકમાંથી રૂ. ૩૨.૯૭ લાખની કિંમતનો ૯૫૧૯ બોટલ દારૂ સાથે થાનનો ફારૂક અલ્લારખા ભટ્ટ અને ટ્રક ચાલક બાડમેરનો માંગીલાલ રાજપૂતની ધરપકડ કરી ટ્રક કાર, અને મોબાઈલ મળી રૂ. ૫૬.૦૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

ઝડપાયેલા શખ્સોનીક પ્રાથમિક પૂછપરછ ઝાલોરના સાંચોરના માગીલાલ રાજપૂત અને દા‚નો જથ્થો ઉતારવાની વ્યવસ્થા કરનાર ચાપરાજ અનક ડાંગર, દારૂઉતારી અન્ય ગાડીમાં ભરાવી આપનાર સાયલાના ડગીયાનો મહાદેવ મશા કોળી, હનીફ ગફૂર ભટ્ટી, અને સાયલાના રૂપાવટીના સંજય વિરૂધ્ધ સાયલા પોલીસમાં ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.