Abtak Media Google News

ડાન્સ બારના દુષણને ડામવા મહારાષ્ટ્ર સરકાર ખરડો લાવશે: મુંગતીવર

માયાનગરી મુંબઈમાં ચાલતા ડાન્સ બાર અંગે સરકારે શરતી મંજૂરી કરી હતી જેમાં રાજયમાં ડાન્સ બાર ફરીથી ખોલવાનો ફેંસલો સુપ્રીમે આપ્યો હતો જેમાં કેટલીક શરતો રાખવામાં આવી હતી. સુપ્રીમે કેટલાક પહેલુઓને ધ્યાનમાં લઈ નિર્ણય લીધો હતો કે, ડાન્સ બારને ૧૧:૩૦ સુધી મંજૂરી આપવામાં આવશે. જેમાં કેટલીક શરતોને આધીન ડાન્સ ઉપર પૈસા ઉડાવી શકાશે નહીં, પરંતુ તેને ટીપ આપવી ગુનો નથી. ત્યારે મહારાષ્ટ્ર સરકારની વિધયકે ડાન્સ બારો પર પ્રતિબંધ મુકવા ખરડો લાવવાની તૈયારી કરી છે.

ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજના રાજયમાં આપણી બહેનો અને માતાઓને આ પ્રકારની પ્રવૃતિમાં જોડાવા માટે કયારેય મંજૂરી ન આપે, જયારે ૨૦૧૩માં સરકાર ડાન્સ બાર ઉપર પ્રતિબંધનો ખરડો લાવી હતી ત્યારે પણ અમે તેનું સમર્થન કર્યું હતું. સુપ્રીમ કોર્ટે ગુ‚વારે કહ્યું કે, ડાન્સ બાર અંગે નીતિ-નિયમો બનાવાયા છે પરંતુ સંપૂર્ણ પ્રતિબંધ ન કહી શકાય. વર્ષ ૨૦૧૬માં પણ મહારાષ્ટ્ર સરકાર દ્વારા કેટલાક પ્રાવધાનો નકકી કરવામાં આવ્યા હતા. જો કે, ડાન્સ બારના સંચાલકોએ કહ્યું કે, તેઓ સુપ્રીમના નિર્ણયને આવકારે છે અને તેઓ ઓર્ડરના કોઈપણ નિયમોનું ભંગ કરશે નહીં.

મુંગતીવરે કહ્યું હતું કે, બન્ને પાર્ટીઓ સાથે મળીને ડાન્સ બાર પ્રતિબંધ કરવા ઉપર એક જુટ થયા છીએ. જો કે, ડાન્સ બારમાં સીસીટીવી કેમેરા નહીં રાખવાની બાબત આવી છે તો તેમાં સિક્યોરીટીના કાયદાની અમલવારી કેટલાક અંશે થશે તે શંકા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.