Abtak Media Google News

નળ જોડાણ ન હોય તેવા ઘર પાસેથી પણ વોટર ચાર્જ વસુલવાની દરખાસ્ત ગઈકાલે જ ફગાવી દેવાઈ: ફરી જીવતા કરાયેલા ડ્રેનેજ ચાર્જ અને ક્ધઝર્વન્શી ચાર્જ પણ રદ કરાય તેવી સંભાવના

રાજકોટ મહાનગરપાલિકાની વર્ષ ૨૦૧૯-૨૦ માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા ગઈકાલે રૂ.૨૦૫૭.૪૨ કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વ‚પે રજુ કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટવાસીઓ પર રૂ.૧૬.૫૦ કરોડ રૂપિયાનો કરબોજ લાદવામાં આવ્યો છે. નળજોડાણ ન હોય તેવા ઘર પાસેથી પણ વોટર ચાર્જ વસુલવાની દરખાસ્ત બજેટના કલાકોમાં જ ભાજપના શાસકોએ ફગાવી દીધી હતી.

આજથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટની સમીક્ષા શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન વિપક્ષ કોંગ્રેસે રાજકોટવાસીઓ પર ઝીંકવામાં આવેલા કરબોજ અને ખોટી મહેસુલી આવકની દરખાસ્તો રદ કરવાની માંગણી સાથે મેયર તથા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.

વર્ષ ૨૦૧૯-૨૦નું મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજુ કરવામાં આવેલા બજેટ પર આજથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અભ્યાસ અને સમીક્ષા શ‚ કરી દેવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સતત એક સપ્તાહ સુધી બજેટ પર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે અને સુધારા-વધારા બાદ આવતા સપ્તાહે બજેટને મંજુરીની મહોર મારવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે બજેટમાં નળજોડાણ ન હોય તેવા ઘર પાસેથી પણ વોટર ચાર્જ ઉઘરાવવાની દરખાસ્ત કરી હતી અને જેનાથી વાર્ષિક ૫ કરોડની આવક થશે તેવો અંદાજ રાખવામાં આવ્યો છે.

પ્રથમ નજરે જ આ કરબોજ અન્યાય જણાતા બજેટના ૬ કલાકની અંદર જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે એવી જાહેરાત કરી દીધી હતી કે વોટર ચાર્જ રદ કરવામાં આવે છે. કાર્પેટ એરિયાની અમલવારી બાદ નાબુદ કરાયેલા ૪ વેરા પૈકીના ૨ વેરા ડ્રેનેજ ચાર્જ અનેક્ધઝર્વન્શી ચાર્જને ફરી નવા નાણાકીય વર્ષમાં જીવતા કરવામાં આવ્યા છે તેને રદ કરવામાં આવે તેવી પણ સંભાવના જણાઈ રહી છે.

દરમિયાન આજે વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને એક આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેઓએ એવી માંગણી કરી છે કે નવા બજેટમાં ડ્રેનેજ ચાર્જ, ક્ધર્ઝવન્શી ચાર્જ, વાહન વેરો, મુખ્ય ૧૨ રોડ પર પાર્કિંગ ચાર્જ વસુલવાની દરખાસ્ત કરવામાં આવી છે જે ખરેખર અન્યાયકર્તા છે અને તાત્કાલિક અસરથી આ કરબોજ નાબુદ કરવો જોઈએ. સ્ટેન્ડિંગ કમિટી આગામી એક સપ્તાહ સુધી સતત બજેટની સમીક્ષા કર્યા બાદ આવતા સપ્તાહે નવી યોજનાઓ સાથે બજેટને આખરીઓપ આપશે ત્યારબાદ જનરલ બોર્ડમાં બજેટને આખરી મંજુરી અપાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.