Abtak Media Google News

Table of Contents

રાજમાર્ગોના મજબુતીકરણ-વિસ્તૃતીકરણ માટે વર્ષ ૨૦૧૮-૨૦૧૯માં સીઆરએફ ફંડમાંથી ૬ થી ૭ ગણી રકમની ફાળવણી કરાઈ: કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયા

  રાજકોટ જિલ્લાના રાજકોટ-કાલાવાડ માર્ગ, આટકોટ-જસદણ માર્ગ, કાલાવડ-ઘેલા સોમનાથ માર્ગ

ગુજરાતના રાજમાર્ગોને ડામરથી મઢી દેવા કેન્દ્ર સરકાર દ્વારા સીઆરએફ ફંડમાંથી વર્ષ ૨૦૧૮-૧૯માં ‚ા.૧૫૬૧ કરોડની ફાળવણી કરાઈ છે તેવી જાહેરાત કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ કરી છે.

મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ પહેલા ગુજરાતને દર વર્ષે રૂ.૨૦૦-૨૫૦ કરોડ જેટલી મામુલી રકમ સીઆરએફ ફંડમાંથી મળતી હતી, જેની સામે આજે આ રકમ ૬-૭ ગણી થઈ છે. ગુજરાત રાજયમાં ઝડપથી વિકસી રહેલા માળખાકિય સુવિધાથી ઔધોગિક વિકાસ અને માનવજીવન સુચક આંકમાં પણ સુધારો થઈ રહ્યો છે. આ વર્ષની ફાળવણીથી ગુજરાતને માળખાકિય સુવિધાનાં વિકાસની ખુબ મોટી મદદ મળી રહેશે.

રાજકોટ-કાલાવડ માર્ગના વિસ્તૃતિકરણ અને મજબુતીકરણ માટે રૂ.૧૩૯૯.૮૮ લાખ આટકોટ-જસદણ માર્ગ માટે રૂ.૧૫૪૭.૧૮ લાખ, કાલાસર-ઘેલા સોમનાથ માર્ગ માટે રૂ.૨૧૩૫.૧૯ લાખ, માર્ગ માટે રૂ.૧૪૦૬.૬૬ લાખ, જામનગર-લાલપુર-પોરબંદર માર્ગ માટે રૂ.૩૨૫૮ લાખ, ખંભાળીયા-અડવાણ-પોરબંદર માર્ગ માટે રૂ.૨૦૦૦ લાખ, સુરાવદર-દેવળીયા-ચરડવા માર્ગ માટે રૂ.૨૫૫૮.૪૭ લાખ, સાવરકુંડલા-રંઘોળા માર્ગ માટે રૂ.૭૧૭૪.૯૯ લાખ, વિકટર-ડુંગર-આસરણા માર્ગ માટે રૂ.૨૩૯૮ લાખ, પોરબંદર-આદિત્યાણા-રાણાવાવ માર્ગ માટે રૂ.૨૫૦૦ લાખ, અગતરાઈ-અખા-ટીકર-માણાવદર માર્ગ માટે રૂ.૧૯૦૦ લાખ, માળીયા, મેંદરડા માર્ગ માટે રૂ.૨૩૦૦ લાખ, માણાવદર-સરદારગઢ ચુડવા માર્ગ રૂ.૧૭૦૦ લાખ, માળીયા-કેરલ-સરકાડિયા,વેદરવાડ, બાબરા, લાડુડી માર્ગ માટે રૂ.૧૦૫૦ લાખ, ભાવનગર-કોળીયા-હાથબ-ઓસિયા માર્ગ માટે રૂ.૧૪૯૯ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત સરખેજ-ધોળકા માર્ગના વિસ્તૃતિકરણ અને મજબુતીકરણ માટે રૂ.૪૬૭૦ લાખ, બેગવા માર્ગ માટે રૂ.૨૬૮૧ લાખ, નદી ઉપર પુલ બાંધવા રૂ.૩૯૦૪ લાખ, પીપળાવ-ચાંગા-રામોલ માર્ગ માટે રૂ.૧૯૦૦ લાખ ભાલેજ-ઓડ-અહીના માર્ગ માટે રૂ.૨૦૦૦ લાખ, વડતાલ-ઝોલ-બાકરોલ માર્ગ રૂ.૬૦૦ લાખ, માર્ગ માટે રૂ.૧૫૨૫.૪૭ કરમસદ નજીક આણંદ શહેર માટે નવા બાયપાસનું કામ કરવા રૂ.૫૦૦૦ લાખ, બરવાળા-નાવડા-હેબતપુર અને ‚પાવટી માર્ગ માટે રૂ.૬૬૦.૯૨ લાખ, જેસાવાડા-ધનપુર માર્ગ માટે રૂ.૧૧૬૬.૫૫ લાખ, લીમખેડા-ઉમરીયા-ધનપુર-લીમડિયા માર્ગ માટે રૂ.૧૮૮૫.૭૫ લાખ, જહાંગીરપુરા-વરીયાવ-નવીપારડી માર્ગ માટે રૂ.૩૯૯૪ લાખ, માર્ગ માટે રૂ.૧૪૧૪.૧૫ લાખ, વ્યારા-ખેરવાડા માર્ગ માટે રૂ.૧૯૯૯.૪૯ લાખ, માર્ગ માટે રૂ.૧૫૦૦ લાખ, માર્ગ માટે રૂ.૪૦૦૦, ધરમપુર-અવધ-બીલધા માર્ગ માટે રૂ.૫૧૯૨.૮૭ લાખ, કલોલ-નારદીપુર-માણસા માર્ગ માટે રૂ.૬૫૫૨ લાખ, નરોડા-દેહગામ-હરસોલ-ધનસુરા માર્ગ માટે રૂ.૪૦૦૦ લાખ, ખેડા-ધોળકા-રસિકપુરા માર્ગ માટે રૂ.૬૧૧૧ લાખ, ઈડર-બારવાવ-સબલવડ-ભવાનગઢ-રાહેડા-વાસણ માર્ગ માટે રૂ.૨૦૦૦ લાખ, હિંમતનગર-દાવડ-દેશોતર માર્ગ માટે રૂ.૪૦૦૦ લાખ, ભિલોડા-ચીથોડા-પાલ માર્ગ માટે રૂ.૨૪૯૯.૫૧ લાખ, બાયડ-ગાબડ-ઉભરણ માર્ગ માટે રૂ.૨૩૦૦.૭૦ લાખ, બાલાસિનોર-પરબીયા-આમોદરા-કપડવંજ-બાયડ માર્ગ માટે રૂ.૧૨૦૯.૬૯ લાખ, વાલમ-વડુ-ભાડું-ધીણોજ-મોટપ-મીઠા-કડી માર્ગ માટે રૂ.૨૮૪૬.૦૭ લાખ, વિરમગામ-બેચરાજી-ચાણસ્મા-પાટણ-ડીસા માર્ગ પર રૂ.૧૨૦૦ લાખ, માર્ગ માટે રૂ.૨૮૯૯.૯૬ લાખ, વિરમગામ-બેચરાજી-મોઢેરા-ચાણસ્મા માર્ગ માટે રૂ.૫૬૨૦ લાખ, ખીમાના-દિયોદર માર્ગ માટે રૂ.૩૮૦૦લાખ, રાધનપુર-લોદરા-મોરવાડા-સુઈગામ માર્ગ માટે રૂ.૧૬૫૦ લાખ, માર્ગ માટે રૂ.૩૦૫૭.૫૬ લાખ, ચિત્રોડરાપર-ઢોલાવીરા માર્ગ માટે રૂ.૫૦૦૦ લાખ, બાબલીયા-બાકોર-પાંદરાવાડા-દીતવાસ-માર્ગ માટે રૂ.૩૯૯૯.૮૦ લાખ, લીમબડિયા-ખાનપુર-મુનપુર માર્ગ માટે રૂ.૪૪૯૯.૯૧ લાખ, લુણાવાડા-માલેકપુર-દિવાડા કોલોની માર્ગ માટે રૂ.૪૪૯૯.૫૦ લાખ, પાણીયા-બંદીબર-કેસરપુર માર્ગ માટે રૂ.૫૯૪.૦૮ લાખની ફાળવણી કરાય છે.

સૌરાષ્ટ્રના ૯ જિલ્લાના રાજમાર્ગોનું વિસ્તૃતીકરણ અને મજબુતીકરણ કરાશે
જામનગર જિલ્લાના માર્ગ, જામનગર-લાલપુર-પોરબંદર માર્ગ
દેવભુમિ દ્વારકા જિલ્લા ખંભાળીયા-અડવાણા-પોરબંદર માર્ગ લખતર-સિયાણા-લીંમડી માર્ગ,
મોરબી જિલ્લા સુરવદર-દેવળીયા-ચરાવડા માર્ગ બોટાદ જિલ્લાનું બરવાળા-નાવડા-હેબતપુર-રૂપાવટી માર્ગ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા-રંઘોલા માર્ગ, વિક્ટર-ડુંગર-આસરણા માર્ગ
પોરબંદર જિલ્લા પોરબંદર-આદિત્યાણા-રાણાવાવ માર્ગ
જુનાગઢ જિલ્લાના અગત્રાય-અખા-ટીકર-માણાવદર માર્ગ, માણાવદર-સરદાર ગઢ-ચુડવા માર્ગ, માળીયા-મેંદરડા માર્ગ, માળીયા-કેરલ-સરકડીયા-વંદરવાડ-બાબરા-લાડુડીમાર્ગ
 ભાવનગર જિલ્લાના ભાવનગર-કોળીયા-હાથબ-સોસીયા માર્ગ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.