Abtak Media Google News

જો સરકાર પોતાના વાયદા પૂર્ણ નહીં કરે તો ૧૯૯૨માં મળેલુ ત્રીજુ સૌથી મોટું નાગરિક સન્માન પદ્મ ભૂષણ પરત કરવા અન્ના હજારેની ચિમકી

ગત પાંચ દિવસોથી અનશન કરી રહેલ સામાજીક કાર્યકર્તા અન્ના હજારેએ ચિમકી ઉચ્ચારી હતી કે, જો નરેન્દ્ર મોદીની સરકાર પોતાના વાયદા પુરા નહીં કરે તો તેઓ પોતાનું પદ્મ ભૂષણ પરત કરી દેશે, આ પૂર્વે ભાજપની સહયોગી શિવ સેનાએ અન્નાનું સમર્થન કરવાનો આગ્રહ કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓ સમાજવાદી કાર્યકર્તા જયપ્રકાશ નારાયણની જેમ ભ્રષ્ટાચાર સામે આંદોલનનું નેતૃત્વ કરે.

અન્નાએ કેન્દ્રમાં લોકપાલ અને મહારાષ્ટ્રમાં લોકાયુક્તની તત્કાલ નિયુક્તિ અને ખેડૂતોના મુદ્દે સમાધાન માટે બુધવારે અહેમદનગર જિલ્લામાં સ્થિત પોતાના પૈતુક ગાવ સીધ્ધીમાં અનશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, મોદી સરકારે લોકોનો વિશ્વાસ તોડયો છે, ૮૧ વર્ષીય કાર્યકર્તાને ૧૯૯૨માં ત્રીજુ સૌથી મોટું નાગરિક સન્માન મેળવનાર અન્નાએ ભ્રષ્ટાચાર વિરોધી નિકાય લોકપાલ અને રાજયમાં લોકાયુકતની નિયુક્તિ ઉપરાંત ખેડૂતોની મુશ્કેલીઓના નિવારણ માટે સ્વામીનાથન આયોગની જોગવાઈ લાગુ કરવા અને ચૂંટણીમાં સુધારની માંગ શરૂ કરી છે.

સામાજીક કાર્યકર્તાની માંગોના સમર્થનમાં ખેડૂતો અને યુવાઓ રવિવારની સવારે સુપા ગાવમાં એકઠા થયા છે. આ ગામમાં હાલ લોકોની ભારે ભીડ જોવા મળતા ટ્રાફિકજામની સમસ્યા ઉભી થઈ છે. સુપા પોલીસ સ્ટેશનના નિરીક્ષક રાજેન્દ્ર ભોસલેએ કહ્યું કે, પોલીસે આંદોલનકારીઓને શાંત કરવાની કોશીષ કરી છે પરંતુ તેમનો વિરોધ હજુ સંપૂર્ણ રીતે શાંત થયો નથી અને તેને કારણે રોડ ઉપર ૬-૬ કિ.મી. લાંબુ ટ્રાફિક જામ સર્જાયું છે. અન્નાના સહયોગીએ કહ્યું કે, જિલ્લાના આશરે ૫૦૦૦ ખેડૂતો હજારેના આંદોલનના સમર્થનમાં જોડાયા છે માટે આજે ખેડૂતો પ્રદર્શન કરે તેવી શકયતાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.