Abtak Media Google News

એમસીઆઈના ઈન્સ્પેકશનમાં રાજયની વિવિધ મેડીકલ કોલેજોમાં અનેક બેઠકોમાં કાપ મૂકાયો હતો જે બાદ સરકારે નિયમોમાં ફેરફાર કરતા ૪૬૦૦ બેઠકો વધશે

મેડિકલા કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા તેના નવા ઘડાયેલ નીતિ નિયમોની સમીક્ષા કરી નવા કાયદા મુજબ દેશભરમાં મેડીકલ કોલેજોની બેઠકો માટે ઘટાડો ન થાય તે માટે નીતિ નિયમોમાં સુધારો કરી મેડિકલ કોલેજો અને જુના નીતિ નિયમો મુજબ કાર્યરત થવા માટે છૂટછાટો આપી છે. એમ.સી.આઈ. દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં હાલમાં કાર્યરત રાજયની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ૩૦ થી ૬૦%ની ઘટ અને અછત હોવાનું બહાર આવ્યું છે. ત્યારે એમ.સી.આઈએ નિયમભંગની સ્થિતિમાં કોલેજોને યથાસ્થિતિ જાળવી રાખવા હિમાયત કરવી પડી છે.

એમ.સી.આઈ. ઈન્સ્પેકશનનાં ગુજરતાની એમ.કે.શાહ મેડિકલકોલેજ અમદાવાદની ૧૫૦ બેઠકમાં કાપ મૂકવાની ફરજ પડી હતી. નડીયાદ, અમરેલી અને વીસનગર કોલેજોને સાડાચારસો બેઠકો વધુ ફાળવતા ગુજરાતમાં હવે મેડિકલ કોલેજોની સંખ્યા ૪૦૦૦માંથી વધીને ૪૬૦૦ થશે.

દાહોદ, પાલનપુર, વિસનગર,નડિયાદ, અમરેલી, જૂનાગઢ, મહેસાણા, સાબરકાંઠા મેડિકલ કોલેજોમાં એમ.સી.આઈ.એ મંજૂરી સાથે કેટલીક છૂટછાટો આપવાનું નકકી કર્યું છે. કેટલીક મેડિકલ કોલજો જી.એમ.ઈ.આર. એસ ટ્રસ્ટ, ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છષ. આવી કોલેજોમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં ખૂબ મોટી વિસંગતતા રહેલી હોય છે. ઘણી સંસ્થાઓમાં સ્ટાફ અને કર્મચારીઓએ એકથી વધુ કોલેજોમાં કામ કરતા હોય છે.

ગુજરાતમાં મેડિકલ વિદ્યા અભ્યાસની સ્થિતિ વધુ સુધારવા માટે સરકારે હાથ ધરેલ કાર્યોમાં છૂટછાટના કારણે ગુજરાતમાં મેડિકલ અભ્યાસની બેઠકોની સંખ્યા ૪૬૦૦ સુધી વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.