Abtak Media Google News

ચેન્નઈના સરાવાના સ્ટોર્સના ૧૭ સ્થળોએ દરોડા, એસયુવી કારમાં અને જમીન ખોદી છુપાવાયા કિંમતી દસ્તાવેજો

ચેન્નઈના કોયમ્બતુરમાં આવકવેરા અધિકારીઓએ લોટ્સ ગ્રુપ અને જીસ્કવેર નામક પેઢી સરવાના સ્ટોર્સ ‘બ્રહ્મડમઈ’માં તપાસ કામગીરી હાથ ધરતા તેની બેનામી સંપતીની શોધમાં કબ્રસ્તાન ખોદવા જાણે પૈસાની ખીણ હોય તેવો આશ્ચર્યજનક ખુલાસો થયો હતો. જેમાં સામે આવ્યું કે, પેઢીએ કિંમતી દસ્તાવેજો, રૂ.૨૫ કરોડ નકદ રકમ, ૧૨ કિલો સોનુ અને ૬૨૬ કેરેટના હિરા મળતા જપ્ત કરવામાં આવ્યું હતું.

સરવાના સ્ટોર્સના માલીક યોગરથીનમ પંડુરાઈ તેના સહયોગી રામજયમ ઉર્ફે (બાલા), લોટસ ગ્રુપ અને જીસ્કવેરમાં માલીકના ૭૨ સ્થળોએ દરોડા પાડતા ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ચેન્નઈની પેઢીઓ કિંમતી સામાનો અને દસ્તાવેજોની હેરાફેરી કરતી ઝડપાઈ હતી.

આઈટી વિભાગ દ્વારા પેટ્રોલીંગ પણ કરવામાં આવ્યું. આઈટી અધિકારીઓએ કહ્યું કે, પાંડુરઈ અને બાલા એસયુવીમાં મોટી સંખ્યામાં સોનુ અને હિરા લઈને ફરતા હતા અને ડ્રાઈવરનો પુરા શહેરમાં ગાડી લઈ ફરવાનો આદેશ આપ્યો તેના કર્મચારીઓએ કમ્પ્યુટર અને સીસીટીવી ફૂટેજના તમામ દસ્તાવેજોના રેકોર્ડનો નાશ કરી નાખ્યો જો કે આ સમગ્ર ઘટનાનો ખ્યાલ પોલીસને ઉંડી તપાસ બાદ આવ્યો હતો.

જો કે વાહનમાંથી વધુ કિંમતી વસ્તુઓ ઝપ્ત કરવામાં નહોતી આવી પરંતુ બિલ્ડીંગની જમીનમાં કેટલાક દસ્તાવેજો અને મોટી સંખ્યામાં કિંમતી સામાન સંતાડીને રખાયો હતો.કુલ મળીને ત્રણ બિઝનેસના સ્થળોએ દરોડો પાડતા રૂ.૪૩૩ કરોડની બેનામી સંપતિ સામે આવી હતી. સતત ૯ દિવસના સર્ચ ઓપરેશન બાદ આ કેસનો ઉકેલ કરવામાં આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.