Abtak Media Google News

રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સમગ્ર દેશમાં સૌ પ્રથમ આજથી દક્ષિણ ગુજરાતના ધરમપુરથી લોકસભાની ચૂંટણીનો પ્રારંભ કરવા આવી પહોંચ્યા છે. ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, નરેન્દ્ર મોદી જ્યાં રેલી કરી ચૂક્યા છે ત્યાં હવે આજે ધરમપુરના લાલ ડુંગરીથી રાહુલ ગાંધી 5 લોકસભા મત વિસ્તારને આવરી સભાને સંબોધન કરશે.

રાહુલ ગાંધી પ્રથમ દિલ્હીથી અજમેર, અજમેરથી સુરત પહોંચશે અને ત્યારબાદ સુરતથી ધરમપુર વનરાજ કોલેજના હેલીપેડ પર ઉતરી સભાસ્થળે પહોંચશે. આ કાર્યક્રમને સફ‌ળ બનાવવા કોંગ્રેસે 2 લાખ લોકો એકત્ર થાય તેવી તૈયારી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.