Abtak Media Google News

મુદામાલ સહિત ૯૮,૫૦૦ની રોકડ જપ્ત

શહેરના કેનાલ રોડ, ગુલાબનગર અને માલવિયા ચોકમાં જુગાર રમતા ૧૧ શખ્સોને રૂ.૯૮,૫૦૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગુલાબનગર મફતિયાપરાના મેદાનમાં જુગાર રમતા નિલેશદાન જબ્બરદાન કુંદડા, પ્રદિપ કાળુભાઈ પઢારીયા, હરેશ રાઘવભાઈ ચુડાસમા, કેતન રમેશભાઈ મકવાણા, મહેબુબ હારૂનભાઈ ડેલા, કિશોર કલાભાઈ મુછડીયા, પીન્ટુ બટુકભાઈ શકોરીયા અને વિજય કરશનભાઈ રાઠોડ નામના શખ્સોને ઝડપી પટમાંથી રૂ.૭૩ હજારની રોકડ આજીડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.ડી.ઝાલા સહિતના સ્ટાફે જપ્ત કરી છે.જયારે બીજો દરોડો ક્રાઈમ બ્રાંચે માલવીયા ચોકમાં આવેલી હોટલ ક્રોસમાં ૩૦૯ નંબરના રૂમમાં વાડી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા ૨૦-૨૦ ક્રિકેટ મેચ પર હાર-જીતનો સટ્ટો રમાડતા રાજન ગંગાદાસભાઈ તાળા અને હર્ષ કિશોરભાઈ સખીયા નામના શખ્સોને ઝડપી તેની પાસેથી રૂ.૨૪ હજારની રોકડ જપ્ત કરી છે. તેમજ ત્રીજો જુગારનો દરોડો કેનાલ રોડ પર આવેલા અમીધારા એપાર્ટમેન્ટ પાસેથી જુગાર રમતા રાજુ બચુભાઈ મુછડીયા અને યોગેશ છગનભાઈ પરમાર નામના શખ્સોને ઝડપી પટમાંથી રોકડ રૂ.૧૫૦૦ એ ડિવીઝનના એ.એસ.આઈ ભરતસિંહ ગોહિલે જપ્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.