Abtak Media Google News

નર્સિંગ હેડના ધ્યાને આવેલી નકલી નર્સને પોલીસ હવાલે કરાઇ: પ્રેમીને પામવા નકલી નર્સ બન્યાની કબુલાત

પ્રેમના વહેમમાં અંધ બનેલી યુવતીએ પ્રેમીને પામવા નકલી નર્સ બનેલી યુવતીને નર્સિંગ સ્ટાફે પકડી પોલીસ હવાલે કરી છે. નકલી નર્સની પૂછપરછમાં પ્રેમ પ્રકરણની સ્ફોટક વિગતો બહાર આવી છે.આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પાંચેક માસથી નર્સના ડ્રેસમાં આટાફેરા કરતી ભેદ યુવતી અંગે નર્સિગ હેડ ડો.હિતેન્દ્ર ઝાખરીયાને ધ્યાને આવતા તેની પૂછપરછ કરતા નકલી નર્સ હોવાનો ભાંડો ફુટયો હતો.

ડો.હિતેન્દ્ર ઝાખરીયાએ હોસ્પિટલના સિક્યુરીટી સ્ટાફને નકલી નર્સ ભારતી અજય સેંજરીયાને સોપી દીધી હતી. ભારતી સેંજરીયાની પૂછપરછ કરતા તેણી કોઠારિયા રોડ પર આવેલા હુડકો કવાર્ટરમાં રહેતી હતી ત્યારે તેણીના બિલખા ખાતે બે વર્ષ પહેલાં લગ્ન થયા હતા. પતિ સાથે મનદુ:ખ થતા છુટાછેડા લઇ પરત રાજકોટ આવેલી ભારતી સેંજરીયા હરી ધવા માર્ગ પર આવેલી રામદેવ પુરૂષાર્થ સોસાયટીમાં રહેતા અજય ચંદુ સેંજરીયાની સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો ત્યારે પોતે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હોવાનું પોતાના પ્રેમી અજય સેંજરીયાને કહ્યું હોવાથી પાંચેક માસથી સિવિલ હોસ્પિટલમાં નર્સનો પોષાક પહેરી આટાફેંરા કરી પ્રેમી અજય સેંજરીયાને મુર્ખ બનાવતી હોવાની કબુલાત આપી છે.

ભારતી સેંજરીયા પાસેથી ઇસીજી ગ્લુ, ઇન્જેકશન, ગ્લોબઝ અને સ્ટાફ નર્સની નેઇમ પ્લેટ સહિતની નર્સિંગની ચિજવસ્તુ મળી આવતી હતી. સિવિલ હોસ્પિટલમાં જ રહેતી ઇસીજી ગ્લુ નકલી નર્સ ભારતી પાસે કયાંથી આવ્યું તેમજ તેને કોઇ દર્દીને ઇન્જેકશન કે કોઇ દવા આપી છે કે કેમ તેમજ સિવિલ હોસ્પિટલની દવાનો સ્ટોક બારોબાર સગેવગે કર્યો છે કે કેમ તે અંગેની વિષેશ તપાસ માટે ભારતી સેંજરીયાને પ્ર.નગર પોલીસ હવાલ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.