Abtak Media Google News

પ્રણવ મુખર્જીએ કહ્યું- દેશની ૬૦% સંપત્તિ માત્ર ૧% લોકોના હાથમાં હોવું તે ચિંતાજનક

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું કે ભારતને એવાં નેતાની જરૂર છે જે લોકોની વધતી જતી અપેક્ષાઓને પૂર્ણ કરે. કાલ્પનિક બહાદુરી (ક્વિકઝોટિક હીરોઈઝ્મ)થી દેશનું નેતૃત્વ ન કરી શકાય.

૧. AIMAમેનેજિંગ ઈન્ડિયા એવોડર્સ આપવા દરમિયાન પ્રણવે કહ્યું, “દેશમાંથી ગરીબી દૂર કરવા માટે હુજ પણ ઘણું કરવાનું બાકી છે. સ્થિતિ ત્યારે વધુ ખરાબ બને છે જ્યારે ભારતના માત્ર ૧% લોકોની પાસે દેશની ૬૦% સંપત્તિ છે. આ આંકડા બતાવે છે કે આપણી ગ્રોથને વધુ સમાવેશી બનાવવાની જરૂર છે.

૨.મુખર્જીના મત મુજબ, ૨૦૦૫-૦૬ના દશકા પછી ૨૭ કરોડથી વધુ લોકો ગરીબીથી બહાર આવ્યાં છે. દેશમાં ગરીબીનો દર ગત સમયગાળામાં લગભગ અડધી થઈ ગઈ છે. આ એક સકારાત્મક પક્ષ છે. ૨૬.૯ કરોડ લોકો હજુ પણ ગરીબી રેખાની નીચે છે, જે ચિંતાની વાત છે.

૩. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું- ફાયદા માટે જે લોકો ધન કમાય છે તેના કારણે જ અસમાનતા ઊભી થાય છે. ઉદ્યોગપતિઓ અને નીતિ નિર્માતા માત્ર વ્યક્તિગત લાભ માટે જ નહીં પરંતુ રોજગાર સર્જન અને મોટી સંખ્યામાં લોકો માટે તક  ઊભી કરાવવા માટે આગળ આવે.

૪. પ્રણવ દાએ કહ્યું કે, આપણે હજુ પણ દેશના દરેક ક્ષેત્ર અને ખૂણામાં ગુણવત્તાપૂર્વક અને વ્યાજબી સ્વાસ્થ્ય સુવિધાઓની વ્યવસ્થા કરવાની જરૂર છે. આપણે હકિકતમાં સમૃદ્ધ અને ગૌરવશાળી રાષ્ટ્ર બનવા માટે વધુ યુવાનો જોઈએ. જ્યારે ભારતે સંખ્યાત્મક પક્ષે ઘણી જ પ્રગતિ કરી છે, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટીએ હજુ પણ ઘણું કામ કરવાની જરૂર છે.

૫. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) મુજબ, ભારત વિશ્વની સાતમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ સમયે ભારતની ઈકોનોમી ૨.૬૯ ટ્રિલિયન ડોલરની છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ મુજબ ૨૦૧૯-૨૦માં ભારતનો જીડીપી ગ્રોથ ૭.૬% અંદાજવામાં આવ્યો છે. માર્ચમાં પૂર્ણ થયેલાં નાણાંકીય વર્ષમાં ગ્રોથ ૭.૪% અનુમાનિત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.