Abtak Media Google News

દિનેશ કાર્તિકનાં ૯૭ રનની ઈનીંગ એળે: નાઈટ રાઈડર્સની સતત છઠ્ઠા મેચમાં હાર

આઈપીએલ-૨૦૧૯ની ૪૩મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાન અને કોલકતા બંનેએ પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા હતા. કોલકતાની ટીમમાં પ્રસિઘ્ધ ક્રિષ્ના અને કારલોસ બ્રેથવેટને રમાડવામાં આવ્યો હતો.

જયારે રાજસ્થાનની ટીમમાં ઓસેન થોમસ અને વરૂણ એરોનને રમાડવામાં આવ્યો હતો. કોલકતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટીંગ કરતાં ૨૦ ઓવરનાં અંતે ૬ વિકેટ ગુમાવી ૧૭૫ રન નોંધાવ્યા હતા. જેમાં નાઈટ રાઈડર્સના સુકાની દિનેશ કાર્તિકે શર્વાધિક ૫૦ બોલમાં અણનમ ૯૭ રનની વિસ્ફોટક ઈનીંગ રમી હતી. જેમાં ૯ છગ્ગા અને ૭ ચોગ્ગાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કોલકતાએ છેલ્લી પાંચ ઓવરમાં ૭૫ રન અને અંતિમ ૧૬ બોલમાં ૪૪ રન ઉમેર્યા હતા. ઈનીંગની શરૂઆતમાં ૮.૨ ઓવરમાં ૪૦ રનનાં સ્કોરે ૩ વિકેટ ગુમાવ્યા પછી કોલકતાને ૧૫૦ રન કરવા અઘરા પડશે તેમ જણાતું હતું. રાજસ્થાનવતી વરૂણ એરોને ૪ ઓવરમાં માત્ર ૨૦ રન આપી બે વિકેટ ઝડપી હતી. તેના સિવાય ઓસેન થોમર્સ, શ્રેયસ ગોપાલ અને જયદેવ ઉનડકટે પણ એક-એક વિકેટ ઝડપી હતી.

૧૭૬ રનનો પીછો કરતી રાજસ્થાન રોયલ્સે ૧૯.૨ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી લક્ષ્યાંકને સિદ્ધ કર્યો હતો. રાજસ્થાન રોયલ્સને અંતિમ ઓવરમાં મેચ જીતવા ૯ રનની જરૂર હતી. જોફરા આરચરે પ્રસિઘ્ધ ક્રિષ્નાનાં પ્રથમ બોલે થર્ડ મેન પર ચોગ્ગો અને બીજા બોલે લોંગ ઓફ પર સિકસ ફટકારીને મેચ જીતાડયો હતો. વાત કરવામાં આવે કોલકતા નાઈટ રાઈડર્સ તરફથી સુનિલ નારાયણે બે વિકેટ જયારે ક્રિષ્ના પ્રસિઘ્ધ અને આંધ્ર રસેલે એક-એક વિકેટ ઝડપી હતી.

આઈપીએલમાં આજે ધોની અને રોહિત વચ્ચે ટકકર

આઈપીએલ-૨૦૧૯માં આજે ૪૪મો મેચ ધોની અને રોહિત વચ્ચે રમાશે એટલે કે ચેન્નઈનાં ચિન્નસ્વામી સ્ટેડિયમ ખાતે ચેન્નઈ અને મુંબઈ વચ્ચે રમાવામાં આવશે. પોઈન્ટ ટેબલ ઉપર જો નજર કરવામાં આવે તો આ મેચ પ્રથમ ક્રમ અને ત્રીજા ક્રમ પરનો મેચ છે. હાલ ચેન્નઈ સુપરકિંગ્સની ૧૬ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર મોખરે છે. જયારે ત્રીજા સ્થાન પર મુંબઈ ઈન્ડીયન્સ ૧૨ પોઈન્ટ પર રહેલું છે. મુંબઈ ઈન્ડિયન્સ જો આ મેચ જીતે તો તેના ૧૪ અંક થશે. હાલ મુંબઈ ઈન્ડિયન્સ ૧૦ મેચમાંથી ૬ મેચમાં વિજય પ્રાપ્ત કર્યો છે. જયારે તેણે ૪ મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. એવી જ રીતે ચેન્નઈ સુપર કિંગ્સ કુલ ૧૧ મેચ રમી છે. જેમાં તેને ૮માં જીત અને ૩માં હાર મળેલી છે ત્યારે ચેન્નઈ સુપરકિંગ્સ પ્લે ઓફમાં કવોલીફાઈ થઈ ગઈ છે ત્યારે આજનો મેચ મુંબઈ ઈન્ડિયન્સ માટે મહત્વપૂર્ણ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.