Abtak Media Google News

ભોગ બનનારના ભાઈના મિત્રે એક સંતાનની માતાને હવસનો શિકાર બનાવી

મૂળ લીંબડી પંથકનો અને રાજકોટના થોરાળાના રામનગર વિસ્તારમા રહેતા શખ્સે પરિણીતા પ્રેમઝાળમાં ફસાવી લીંબડીના પનારગામ અને ખારા ઘોડા ગામે લઈ જઈ ફોટાઓ વાયરલ કરી અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાનાં મામલો પોલીસમાં પહોચતા બળાત્કારનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.

Advertisement

વધુ વિગત મુજબ થોરાળા વિસ્તારમાં રહેતી પરિણીતાને મૂળ લીંબડીપંથક અને થોડા સમય માટે થોરાળાના રામનગરમાં વિસ્તારમા રહેતો યાસીન મહેબુબ બેલીમ નામના શખ્સે દુષ્કર્મ આચર્યાની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમા યાસીન બેલીમે ભોગ બનનારના ભાઈનો મિત્ર હોય આથી અવાર નવાર પીડીતાના ઘરે જતો હોય ત્યારે બંને વચ્ચે આંખ મળી જતા પરિણીતાને પ્રેમઝાળમાં ફસાવી લીંબડી પંથકમાં અને ખારાઘોડા ગામે ૨૦ દિવસ પહેલા લઈદુષ્કર્મ આચરી, ફોટા પાડી કોઈને કહીશતો અને ફોટાઓ વાયરલ કરી દેવાની અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવતા પોલીસે ૩૭૬ અને ૫૦૬/૨ મુજબ ગુનો નોંધ્યો છે.પીઆઈ બી.ટી. વાઢીયાના માર્ગદર્શન મહિલા પીએસઆઈ જે.જી. ચૌધરી સહિતના સ્ટાફે યાસીન બેલીમને સકંજામાં લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.