Abtak Media Google News

કેન્દ્ર સરકાર એપ્રિલ ૨૦૨૩ બાદ માત્ર ઈ-રીક્ષાના ઉત્પાદનને જ મંજુરી આપશે

હાલના ઝડપી યુગમાં વિકાસની દોડને આંબવા પેટ્રોલ ડીઝલ સહિતના ઈંધણ પર ચાલતા વાહનોની સંખ્યા દીન પ્રતિદિન વધી રહી છે. વાહનો દ્વારા હવામાં છોડાતા ધુમાડામાં કાર્બન ડાયોકસાઈડ અને કાર્બન મોનોકસાઈડ વગેરે ઝેરી કેમીકલો હોય છે. વિશ્વભરનાં પર્યાવરણમાં વધી રહેલા આવા ઝેરી કેમીકલોને કારણે ગ્લોબલ વોર્મીંગની સમસ્યાઉભી થવા પામી છે. ઉપરાંત આગામી સમયમાં ધરતીનાં પેટાળમાં રહેલો પેટ્રોલ ડીઝલનો જથ્થો પણ ખલ્લાસ થવાની સંભાવના છે. જેથી, પર્યાવરણને બચાવવા તથા પેટ્રોલ ડીઝલના વિકલ્પ સ્વરૂપે પ્રદુષણ મૂકત ઈલેકટ્રીક વાહનો ઉભરી આવ્યા છે.

જેને ધ્યાનમાં લઈને ભારત સરકારે ૨૦૨૫ પછી ઈલેકટ્રીક ટુ વ્હીલર જ વેંચાય તેવું આયોજન ઘડી કાઢ્યું છે.ભારત સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના વાહનોને બદલે બેટરી સંચાલીત વાહનોનો વપરાશ પર ખાસ ધ્યાન આપીને એપ્રીલ ૨૦૨૩ સુધીમાં દેશમાં માત્ર બેટરી સંચાલીત ઈલેકટ્રીક રિક્ષાઓનું લક્ષ્ય રાખ્યું છે. જયારે ૧૫૦ સીસી એન્જીન ક્ષમતા ધરાવતા તમામ નવા વેચાતા ટુ વ્હીલરો એપ્રીલ ૨૦૨૫ સુધીમાં બેટરી સંચાલીત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ૨૦૨૫ પછી દેશમાં માત્ર બેટરી સંચાલીત ઈલેકટ્રીક ટુ વ્હીલરો જ વેચવા દેવામાં આવશે.

દેશમાં વાહન આધારીત પર્યાવરણમાં પ્રદુષણને કાબુમાં રશખવા માટે સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિએ આ નિર્ણય લીધો છે.વાર્ષિક બે કરોડના વેચાણ દર ધરાવતા ટુ વ્હીલરોને બેટરીથી સંચાલીત વાહનોમાં પરિવર્તન કરવાની સરકારને કરેલી દરખાસ્તમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે. દેશના વર્તમાન ટ્રાફીકમાં પોણાભાગના ટુ વ્હીલરો છે ત્યારે હવે ટુ વ્હીલરોને બેટરી સંચાલીત કરવાની દિશામાં સરકાર પગલા ભરી ચૂકી છે.

સરકારે ઓટો ઈન્સ્ટ્રીઝને મૂડી રોકાણની વસુલાત માટે તક આપીને તબકકાવાર પેટ્રોલ ડીઝલના વાહનોની જગ્યાએ ઈલેકટ્રીક વાહનોની પ્રોત્સાહક નીતિ અખત્યાર કરી છે.સરકારની ઉચ્ચસ્તરીય સમિતિની ભલામણ મુજબ એપ્રીલ ૨૦૨૩ સુધીમાં તમામ રીક્ષાઓ અને ૨૦૨૫ સુધીમાં ૧૫૦ સીસી સુધીના એન્જીન ધરાવતી મોટર સાયકલોને બેટરી સંચાલીત વાહનોમાં રૂપાંતરીત કરવાનું લક્ષ્ય રાખવામા આવ્યું છે.

આ યોજનાને પ્રોત્સાહીત કરવા માટે ઈલેકટ્રીક રીક્ષાઓની કિંમત નીચે લાવવા માટે સરકાર દ્વારા અપાતી સહાય સબસીડી ડબલ કરી દેશે ઈલેકટ્રીક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન અપાશે. પેટ્રોલ ડીઝલના વાહનોના નોંધણી દર મોંઘા થશે ૨૦૧૮-૧૯માં ૨.૧૦ લાખ ટુ વ્હીલરો સહિત કુલ ૨.૬ કરોડ વાહનોનું વેચાણ થયું હતુ નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત દ્વારા પરિવહન વાહનો અને શાળાના વાહનો માટે ખાસ રાહતની ભલામણ કરવામાં આવી છે.

સમિતિ દ્વારા બેટરી આધારીત રિક્ષાઓને અપાતી સબસીડી પ્રત્યેક કિલોવોલ્ટ દીઠ વધારાના ૨૦ હજાર રૂપીયા કરાવવાની ભલામણ કરવામાં આવી છે. સરકાર ઈલેકટ્રોનીક વાહનોના ઉત્પાદન માટે ખાસ નાણાંકીય સહાય કરશે. ઉર્જા મંત્રાલય દ્વારા કાર્બન આધારીત યંત્રના વૈકિલ્પક વ્યવસ્થા અને ઈલેકટ્રીક્આધારીત મશીનોના ઉપયોગ માટે ઉત્પાદન અને તેના વપરાશને પ્રોત્સાહન આપવા માટે ખાસ નિયમો ઘડશે આ ઉપરાંત પરિવહન મંત્રાલય દ્વારા કોર્પોરેશન ક્ષેમિં પણ ૨૦૩૦ સુધીમાં ઈલેકટ્રીક વાહનોમાં વપરાશ માટેના માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

સપ્ટેમ્બર ૨૦૧૭માં ઓટોમોઈલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નિતિન ગડકરીએ સરકારના વાહન ક્ષેત્રને વૈકિલ્પક ઉર્જામાં પરિવર્તન કરવાની વાત કરી હતી ત્યારે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પ્રતિક્રિયા આપી આ અંગે આંતરમાળખા હોય સુવિધા અને વ્યવસ્થામાં ધડમૂળથી ફેરફાર કરવાનુ જણાવ્યું હતુ.

ભારતનાં ઓટોમોબાઈલ ક્ષેત્રને ઈલેકટ્રોનીક સેગમેન્ટના વિશ્વસ્તરનું બજાર હાથ કરવાની મોટી તક મળશે. એક અગ્રણી ઉદ્યોગપતિએ જણાવ્યું હતુ કે ભારતનાં ઓટોમોબાઈલ ક્ષેત્રને મોટી તક મળશે અમારી કંપનીઓ પણ વિશ્વની ચારમાંથી ત્રણ ટુ વ્હીલર ઉત્પાદન કંપનીઓ બની રહેશે અને વિશ્વ વ્યાપારમાં તેનો વિકાસ થશે તેમ છતા સરકાર તે હતુ આંતરરાષ્ટ્રીય બજાર અંગે કોઈ દિશા નકકી કરી નથી. દેશમાં હજુ બેટરીના ઉત્પાદન ક્ષેત્રમાં ઘણી તકો રહેલી છે. ભારત અત્યારે બેટરી ઉત્પાદનમાં માત્ર ૫% જ હિસ્સો ધરાવે છે. સરકારે પ્રોત્સાહન આપીને આ હિસ્સેદારી ૮૧% સુધી લઈ જવી જોઈએ બેટરીથી ચાલતી રીક્ષાઓ અને મોટર સાયકલ માટે ૫૦ હજારના નવા મૂડી રોકાણની તક ઉભી થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.