Abtak Media Google News

વકતાઓએ પોતાની વાર્તા રજુ કરી: લોકોને વાર્તાના માઘ્યમથી લેખન, પઠન, સમજણ આપવા કાર્યક્રમ યોજાયા

શહેરનાં શ્રોફ રોડ પાસે આવેલી દંતોપત ઠેંગડી પુસ્તકાલય ખાતે સર્જન  માઇક્રોફિકસન ગ્રુપ દ્વારા માઇક્રોફિકસન મહેફીલ ટચુકડી વાર્તાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા વકતાઓએ પોતાનું વાર્તા રજુ કરી હતી અને લોકોને વાર્તાના માઘ્યમથી, લેખન, પઠન, સમજણ, ચર્ચા, વાચન, સમજાવવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Advertisement

વાર્તાના માઘ્યમથી લેખન, પઠન સમજાવવા કાર્યક્રમ યોજાયો: જીજ્ઞેશ અધિયારૂ

Microphobic-Excavation-Held-At-Dantapanthi-Sheungi-Library
microphobic-excavation-held-at-dantapanthi-sheungi-library

જીજ્ઞેશભાઇ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સર્જન માઇક્રોફીકશન ગ્રુપ માં તેઓ વાર્તા લખે છે. આજે વાચન, ચર્ચા, લેખન, પઠન અને સમજણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને બધા લોકોને આ વાર્તાઓ ખુબ જ ગમશે અને તેમણે ગ્રુપ બનાવીને આ વાર્તા લખવાનું ચાલુ કર્યુ હતું અને 2016માં આ ગ્રુપ દ્વારા શરુઆત કરવામાં આવી હતી.

માઇક્રોફિકશન સ્ટોરી આજે બધાને આકર્ષી રહી છે: હેમલ દવે

Microphobic-Excavation-Held-At-Dantapanthi-Sheungi-Library
microphobic-excavation-held-at-dantapanthi-sheungi-library

હેમલબેન દવેએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ માઇક્રોફિકશન સર્જન ગ્રુપના સભ્ય છે. તેઓ માઇક્રોફીકશન સ્ટોરી ઘણા બધા સમયથી લખે છે અને આ નવો પ્રકાર બધા લોકોને આકર્ષી રહ્યો છે. તેનો આ સભ્યોને ખુબ જ આનંદ છે આ પ્રોગ્રામ ઘણા બધા શહેરીમાં તેમના દ્વારા કરવામાં આવેલ છે. અને રાજકોટમાં પણ બીજી વખત આ કાર્યક્રમ કરવામાં આવેલ છે. માઇક્રોફીકશન સ્ટોરીમાં ઘણો બધો અર્થ છુપાયેલો છે. જયારે લોકો પાસે વાચવાનો સમય નથી ત્યારે ખુબ જ ઓછા શબ્દોમાં આવી સ્ટોરી નો હાર્ટ માઇક્રોફીકશન માં છુપાયેલો છે અને તેનો અંત ખુલ્લો મુકી વાચન પણ લેખક બનીને આમા લખી શકે છે. આ ગ્રુપમાં હોવાનો તેમને ખુબ જ આનંદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.