Abtak Media Google News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે 49 વર્ષના થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આજે તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી છે. ચોકીદાર ચોર છેની નારેબાજી કરીને રાહુલ ગાંધીએ આ લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીને ટક્કર આપવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો.

Advertisement

પરંતુ તેમનો આ પ્રયત્ન ના રાહુલ ગાંધીને કામ લાગ્યો ન કોંગ્રેસને. આ વખતે પણ કોંગ્રસ લોકસભા ચૂંટણીમાં ઘણાં રાજ્યોમાં તેમનું ખાતુ પણ ન ખોલી શકી તે ઉપરાંત તેમની પરંપરાગત સીટ અમેઠીમાં પણ સ્મૃતિ ઈરાની સામે રાહુલ ગાંધીને હાર મળી. આકરી હાર પછી રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડી દેવાની પણ માંગણી કરી પરંતુ પાર્ટી કાર્યકરોએ તેમને આ પદ પર રહેવા માટે જ આગ્રહ કર્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.