Abtak Media Google News

ચોમાસાના સત્તાવાર આરંભ પૂર્વે સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદી ખેડૂતોમાં ભારે ખુશાલી રાજ્યના ૨૦૯ તાલુકાઓમાં વરસાદ: આજે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી: સૌરાષ્ટ્રમાં સવારી ઉઘાડ

ગુજરાતમાં સત્તાવાર રીતે હજુ નૈઋત્યનું ચોમાસુ બેઠુ ની પરંતુ વાયુ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી જતાં ખેડૂતોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. આજે સવારી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ વિરામ લીધો છે અને સૂર્ય નારાયણે દર્શન દીધા છે. જગતાત વાવણી કાર્યમાં મશગુલ બની ગયો છે. આજે ઉત્તર ગુજરાતમાં મધ્યમી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. દરમિયાન આગામી સપ્તાહી રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનો વિધિવત આરંભ ાય તેવી સંભાવના વર્તાઈ રહી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૨૦૯ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌી વધુ વરસાદ મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ૧૧૩ મીમી પડયો છે.ફ ગઈકાલ બપોરી સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ વિરામ લીધો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મંગળવારે સૌરાષ્ટ્રના ગીર-સોમના જિલ્લાના ગીરગઢડામાં ૪૬ મીમી, કોડીનારમાં ૪૨ મીમી, સુત્રાપાડામાં ૪૬ મીમી, તાલાલામાં ૧૨ મીમી, ઉનામાં ૭૦ મીમી, અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ૨૦ મીમી, ખાંભામાં ૨૧ મીમી, રાજુલામાં ૨૪ મીમી, સાવરકુંડલામાં ૧૩ મીમી, વડીયામાં ૧૪ મીમી, જૂનાગઢ જિલ્લાનાં વંલીમાં ૧૭ મીમી, માણાવદરમાં ૧૬ મીમી અને વિસાવદરમાં ૧૩ મીમી, ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં ૧૧ મીમી, મહુવામાં ૧૪ મીમી, તળાજામાં ૧૨ મીમી, બોટાદના રાણપુરમાં ૧૩ મીમી, જામનગરના જામજોધપુરમાં ૧૦ મીમી, કાલાવડમાં ૧૨ મીમી, રાજકોટના લોધીકામાં ૪૭ મીમી, પડધરીમાં ૨૧ મીમી, રાજકોટમાં ૧૯ મીમી, ઉપલેટામાં ૧૧ મીમી, સુરેન્દ્રનગરના મુળીમાં ૧૨ મીમી, વઢવાણમાં ૧૬ મીમી, લીંબડીમાં ૧૧ મીમી, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૯ મીમી, ભાણવડમાં ૭ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.ગઈકાલ બપોરી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સર્વત્ર વિરામ લીધો હતો. આજે સવારી ઉઘાડ નીકળ્યો છે. ચોમાસાના સત્તાવાર આરંભ પૂર્વે જ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો હોય ખેડૂતોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. આજે મેઘરાજાએ વિરામ લેતા જગતાત હોંશભેર વાવણીકાર્યમાં પોરવાઈ ગયો છે. દરમિયાન બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાયું છે. જેની અસરતળે આગામી સપ્તાહી ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ ઈ જાય તેવી શકયતા પણ વ્યકત કરવામાં આવી છે. આજે સવારે રાજ્યના ૯ તાલુકાઓમાં હળવા ઝાપટાી લઈ અડધો ઈંચ વરસાદ વરસી ગયો હતો. આજે ઉત્તર ગુજરાતમાં મધ્યમી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.