Abtak Media Google News

પવનકુમારસિંહ અને અમિત માણેક દ્વારા યોજાયેલા આ સેમિનારમાં ડર અને કુટેવથી ૧૦ મિનિટની થેરાપી દ્વારા છુટકારો અપાવ્યો: આયોજકોએ અબતકની મુલાકાત લીધી

અબતક, રાજકોટ

એનએલપી ફોર એકસીલન્સ વિષય પર રાજકોટમાં સૌ પ્રથમ વખત ફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન હીતેષભાઇ ધાટલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે આયોજકો એ અબતકની મુલાકાત લીધી.

એનએલપી ન્યુરો લીગ્નોસ્ટીક પ્રોગ્રામ એક બે્રએન સાયન્સ છે આપણા મગજના ન્યુરોન્સને પ્રોગ્રામ કરીને જીવનમાં સફળતા કેમ મેળવવી તે અંગેનું વિજ્ઞાન છે. એનએલપી કહે છે કે આપણે બે પ્રકારનું કોમ્યુનિકેશન કરીએ છીએ. એક આપણી જાત સાથે અને એક બીજા સાથે આ બન્નેમાં માસ્ટરી કેવી રીતે મેળવવી તે એનએલપી શીખવે છે.

એનએલપી ના ધણા ફાયદાઓ છે જેવા કે ધંધામાં સફળતા સારું સ્વાસ્થ્ય, સંબંધોમાં મધુરતા, કોઇપણ પ્રકારના કાલ્પનિક ભયમાંથી મુકિત વ્યસનની છુટકારો, ભૂતકાળની નકારાત્મક લાગણીઓ માંથી મુકિત પોતાને અને બીજાને સારી રીતે સમજવાની ક્ષમતા તમારા મગજ અને હ્રદયને શકિતશાળી બનાવવું જીવનના સંઘર્ષોને સારી રીતે હેન્ડલ કરી શકો છો. દુ:ખદાયક લાગણીઓથી છુટકારો આત્મવિશ્ર્વાસમાં વધારો અસરકારક કોમ્યુનિકેશન, જીવનમાં સફળતા મેળવવી વગેરે શકય બને છે.

આ ઉપરાંત વોર્કશોપમાં ડરને દુર કરવો તેમજ તાત્કાલીક વ્યસન છોડાવવા માટેની લાઇવ એકસરસાઇઝ બતાવવામાં આવી લોકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો. હવે તા. ર૯ પ્રોગ્રામ આયોજન થવાનું હોય વધુ માહીતી માટે મો.નં. ૯૮૯૮૩ ૦૦૨૫૨ ઉપર વધુ માહીતી મેળવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.