Abtak Media Google News

છેવાડાના વિસ્તારમાં સરકારી શાળા શરૂ કરવા ઉઠતી માંગ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બાળકોના ભણતર અને ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક પ્રકારની યોજના શરુ કરે છે પરંતુ હજુપણ કેટલાક પછાત વિસ્તારના પછાત લોકોના બાળકો સુધી શિક્ષણ પહોચાડી શક્યા નથી જેમા ધ્રાગધ્રા શહેરની બહાર વસવાટ કરતા વિચરતી વિમુક્ત જાતિના લોકો મજુરી કામ કરી પોતાનુ ગુજરાન ચલાવે છે વિચરતી વિમુક્ત જાતિના લોકો રાજ્યના ખુબજ ઓછા વિસ્તારોમા જોવા મળે છે જુનો પોશાક તથા સાદી જીંદગી જીવતા આ લોકો પોતાનુ તંબુ જેવુ મકાન પણ જાતે જ બનાવે છે સરકાર દ્વારા લોકોને અપાતી પ્રાથમિક તમામ સુવિધામાથી એક પણ સુવિધા આ લોકોને મળતી નથી એટલુ જ નહિ પરંતુ વિચરતી વિમુક્ત જાતીના બાળકો પણ અશિક્ષણ હોવાનુ ખુલ્યુ છે. જ્યારે ધ્રાગધ્રા શહેરની બહાર રાજપર રોડ પર વગડા વિસ્તારમા રહેતા.

આ લોકોના કબિલાની મુલાકાત બાદ તેઓને પુછતા તેઓ દ્વારા જણાવાયુ હતુ કે સરકારની પાણી, લાઇટ સહિતની કોઇપણ સુવિધા તેઓને નથી મળતી તેઓ શહેરથી દુર વસવાટ કરે છે હાલમા આધુનિક યુગની સાથે ફેશનેબલ યુગ છે પરંતુ હજુ પણ પોતે જુની રુઢી અને સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવે છે શહેરથી દુર રહેવાનુ કારણ માત્ર એટલુ જ છે કે શહેરના ફેશનેબલ લોકોને વિચરતી વિમુક્ત જાતિના લોકો સાથે કઇ ખાસ જામતિ નથી દરેક શહેરીજનો અને ફેશનેબલ લોકો આ જાતિના લોકોને ષંકાની નજરોથી જ જોતા હોય છે જ્યારે હાલમા શહેરથી દુર વિસ્તારમા રહેતા વિચરતી જાતિના બાળકો પણ અભ્યાસથી વંચિત છે

કારણ કે અહિ એક પણ સ્કુલ નહિ હોવાના લીધે બાળકો અભ્યાસ કરી શકતા નથી જ્યારે શહેરથી દુર વસવાટ કરતા વિચરતિ જાતીના લોકોને પોતાના બાળકો અભ્યાસ માટે શહેરની સ્કુલોમા મુકવા પડે તેમ છે જે આ જાતિના લોકોના વસવાટથી ખુબજ દુર આવેલી છે જેના લીધે બાળકોને દરરોજ એકથી બે કિમી સુધી પગપાળા ચાલવુ પડે છે અને સ્કુલ સુધી પહોચવા માટે અહિ રસ્તામા ફોર ટ્રેક હાઇવે પણ આવે છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓ પોતાના બાળકોને એકલા હાઇવે પાર કરીને અભ્યાસ કરવા મોકલે તેમ જીવ નથી ચાલતો ત્યારે અહિ અંદાજે ૩૦થી ૪૦ પરીવારના લોકો શિક્ષણથી વંચીત પોતાના બાળકો સાથે વસવાટ કરે છે ત્યારે સરકાર દ્વારા અહિ એક સ્કુલ ખોલવામા આવે જેથી આ બાળકો પણ અભ્યાસ કરી શકે અને પૈતાનુ અંધકારમય ભવિષ્યને ઉજ્જવળ નાવી શકે તેવા પ્રયત્નો સામાજીક કાયઁકરો દ્વારા હાથ ધરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.