Abtak Media Google News

ઈટાલીનાં સફરજન વોશિંગ્ટનનાં સફરજન કરતાં ઘણા સસ્તાં: પ્રતિ ૧૪ કિલો બોકસનો ભાવ ૧૫૦૦ થી ૧૬૦૦ રૂપિયા

ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરમાં જયારથી ભારતે યુ.એસ.ની ૨૮ ચીજવસ્તુઓ પર કસ્ટમડયુટી લગાવવાનો નિર્ણય લીધો છે ત્યારથી અમેરિકાને તેની ઘણી માઠી અસર પણ થઈ છે. આ તકે યુ.એસ.થી ઈમ્પોર્ટ કરવામાં આવતા વોશિંગ્ટનનાં સફરજન પર ૭૦ ટકાની કસ્ટમડયુટી લગાવવામાં આવી છે જેમાં માત્ર ૫૦ ટકા જ હતી ત્યારે હવે ભારતમાં વોશિંગ્ટનનાં રસપ્રદ સફરજન નહીં તેનાં સ્થાન પર ઈટાલીનાં સફરજન મળશે. આયાત કરનાર વેપારીઓ અમેરિકાથી તેમના દ્વારા આપવામાં આવેલા ઓર્ડરને પણ તેઓ રદ કરી રહ્યા છે ત્યારે એક આયાતકાર વેપારીએ જણાવ્યું હતું કે, તેઓએ તેમનું ક્ધસાઈમેન્ટ ૬ કરોડ રૂપિયામાં સિંગાપોર બંદર પર વહેંચી નાખ્યું છે. રીટેલ બજારમાં પણ વોશિંગ્ટનનાં સફરજનોમાં ૧૫ ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા દ્વારા રેકોર્ડબ્રેક ૭.૮ મિલીયન સફરજનનાં ૪૦ પાઉન્ડ બોકસ ૨૦૧૭માં આયાત કર્યા હતા કે જે ૨૦૧૮માં ખુબ જ ઓછા રહ્યા હતા.

વોશિંગ્ટન રાજય દ્વારા ભારતમાં ૨.૬ મિલીયન બોકસ જ ઉતારવામાં આવ્યા હતા. રીટેલ બજારમાં ભારતનાં આયાત વેપારીઓ પ્રતિ બોકસ ૧૩૦ થી ૧૫૦ રૂપિયા પર સફરજન વહેંચતા હોય છે. જયારે રીટેલર ગ્રાહકોને સફરજન ૧૬૦ થી ૧૭૦ રૂપિયા કિલો આપે છે. આ પરિસ્થિતિનું નિર્માણ થતાની સાથે જ ઈટાલીની નજર ખુલ્લી છે અને તે પણ હવે તેમનાં રસપ્રદ સફરજન ભારતમાં મોકલવા માટે સજજ થઈ રહ્યા છે. વિગતવાર જો માહિતી લેવામાં આવે તો વોશિંગ્ટન કરતા ઈટાલીનાં સફરજન ખુબ જ સસ્તા મળી રહ્યા છે. ૧૪ કિલોનાં પ્રતિ ૧ બોકસનો ભાવ ઈટાલી ૧૫૦૦ થી ૧૬૦૦ રૂપિયા પર અપાય છે ત્યારે વોશિંગ્ટનનાં સફરજન ૨૦ કિલોનાં પ્રતિ બોકસ ૨૬૦૦થી ૨૭૦૦ રૂપિયા પર વહેંચવામાં આવતા હોય છે એટલે માર્જીનલી વાત કરવામાં આવે તો ઈટાલીનાં સફરજન વોશિંગ્ટન કરતા અનેકવિધ રીતે સસ્તા છે.  હાલ ભારતીય વેપારીઓ પણ ભારતનાં સફરજન માટે ખુબ જ ઉત્સુક છે કે જે આગામી બે માસમાં જ શરૂ કરવામાં આવશે ત્યારે સફરજનનાં એકસપોર્ટ માટે અમેરિકા તરફથી ભારત ત્રીજો મોટો દેશ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.