Abtak Media Google News

મેષ:(અ,લ,ઈ)

Future-Of-Weekly-Zodiac-7
future-of-weekly-zodiac-7

વ્યવસાયમાં મહત્વના ફેરફારો થાય નોકરીમા નવી ઓફર આવે સ્વાસ્થ્યમાં સુધારો રહે નવી ઓળખાણથી લાભ મિલ્કતના વેચાણથી દૂર રહેજો કર્જ ન કરવું આવકનું પ્રમાણ વધવાનું વિદેશથી લાભ મળે.

શેર સટાથી દૂર રહેજો સામાજીક પ્રતિષ્ઠા વધવાની પસંદગીના લગ્નના યોગ ઉભા થાય વિલ વારસાના પ્રશ્ર્નોમાં અનુકુળતા રહે કાર્યશકિત વધવાની કોઈ અન્ય વિકલ્પ ન હોય ત્યારે કોઈપણ જોખમ ઉઠાવવામાં સાવધાની રાખવી પ્રમાદી બનવાથી દૂર રહેજો એવી વ્યકિત સાથે તમારે ચર્ચા કરવી જે તમોને સમજી શકે.

વૃષભ:(બ,વ,ઉ)

Future-Of-Weekly-Zodiac-7
future-of-weekly-zodiac-7

નોકરીમાં મનગમતી જગ્યા મળે વ્યવસાયમાં સફળતા રહે પર્સનાલીટી ડેવલપ થવાથી આર્થિક લાભ મળે કાનુની પ્રશ્ર્નોમાં સફળતા આ સમયમાં કોઈ પરીક્ષણ કરવાનો હેતુ હીતાવહ નથી.

તમારૂ પર્ફોમન્સ સારૂ રહેવાનું છે. તે બાબત કોઈ ટેન્શન ન રાખવું મહત્વના કામ પૂરા કરવાની ઈચ્છાને તમારે પ્રબળ બનાવવાની છે. તમારી સાથે સત્તાધારી લોકો પણ હશે ધાર્મિક લાગણીઓ પ્રબળ બનવાની

મિથુન:(ક,છ,ઘ)

Future-Of-Weekly-Zodiac-7
future-of-weekly-zodiac-7

આત્મ વિશ્વાસ એજ સફળતા છે. બુધ્ધિપ્રતિભા સતેજ થવાની નોકરીમાં પુરૂષાર્થ ફળવાનો બીઝનેશમાં ભાગીદારોને સહકાર દેવો શેર સટ્ટામાં લાભ રહે ભાઈ બહેનો સાથે વાદ વિવાદ ન કરવો વિદેશથી લાભ રહે.

મુશ્કેલ લગતા કાર્યોમાં પણ તમો સફળતા મેળવી શકો છો. તમો રોમાન્ટીક મુડમાં રહેવાના છો. તબીયત બાબત સુધારો જોવા મળે. અપરણીતોને પસંદગીના પાત્ર સાથે સગાઈ લગ્નની ઈચ્છા ફળવાની વ્યવસાયની સાથે સાથે જનસેવા કરવાની ઈચ્છા પણ ફળવાની નવી નવી વ્યકિતઓની મુલાકાત લાભ દાયક રહેશે વડીલોના આર્શિવાદ મેળવા.

કર્ક:(ડ,હ)

Future-Of-Weekly-Zodiac-7
future-of-weekly-zodiac-7

મહત્વના કાર્યોને પ્રાધાન્ય આપજો નોકરી વ્યવસાયમાં અનુકુળતા રહે તક ઝડપી લેજો વિદેશથી લાભ શેર સટ્ટામાં લાભ રહે તમારે મિત્રોનું મહત્વ સમજવાનું છે;. રોમાન્ટીક મૂડ બની રહેશે યાત્રા પ્રવાસમાં અનુકુળતા રહેવાની

તમારામા રહેલી ટેલેન્ટનો લાભ તમારા મિત્રોને અને તમો જે સંસ્થામાં જોડાયેલા છે. તેને મળવાનો છે. આવક વધારવાના પ્રયત્નો ફળવાના પરિવારના પ્રશ્ર્નોનું નિરાકરણ શકય બને મિલ્કતના પ્રશ્ર્નોમાં સફળતા રહે ગૃહસ્થ જીવનમાં કોઈ ગેરસમજો ન થાય તે બાબતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. સ્ત્રી મીત્રો બનાવવામાં કાળજી લેજો અંગત બાબતની ચર્ચા તમારે સમજીને કોઈ સાથે શેર કરવી.

સિહ:(મ,ટ)

Future-Of-Weekly-Zodiac-7
future-of-weekly-zodiac-7

વ્યવસાયમાં અનુકુળતા રહે નોકરીમાં નવી ઓફર આવે પ્રમોશન બદલીના ચાન્સ મિલ્કતના પ્રશ્ર્નોને પ્રાધાન્ય આપો શેર સટ્ટામાં લાભ પરિવારનાં સભ્યોને સહકાર દેવો ધાર્મિક કાર્ય થાય.

પસંદગીના પાત્ર સાથે સગાઈ લગ્નના યોગ ઉભા થાય રોમાન્સમાં સફળતા રહે સાથે સાથે ગેર સમજો રાખવી ભાગીદારો સાથે સુમેળ રાખવો, તમારા કામને લોકો વખાણશે તમારા લક્ષ્ય તરફ તમો જઈ શકશો. દરેક ચેલેન્જ તમોને ગમશે અને તે જરૂરી પણ છે. વાસ્તવિકતાને ધ્યામાં રાખવી.

કન્યા:(પ,ઠ,ણ)

Future-Of-Weekly-Zodiac-7
future-of-weekly-zodiac-7

નોકરીમાં બદલીના ચાન્સ રહે વ્યવસાયવા નવુ રોકાણ ન કરવું મિલકત બાબત ધીરજ રાખો શેર સટ્ટામાં અનુકુળતા કારણ વગરનો ઉચાટ રહે વિદેશ વસવાટ કરવાની ઈચ્છા ફળે.

સંતાનો સાથે સુમેળ વધે સંતાનોની સગાઈ લગ્નના કાર્યોમાં સફળતા રહે જીવનમાં કશુંક ખૂટતુ હોય તેવો અહેસાસ રહે નબળા વિચારો ને ટાળજો ઉચ્ચ પદની નોકરી માટે વધુ અભ્યાસની ઈચ્છા પણ ફળવાની લોકપ્રિયતા મેળવવાના તમારા પ્રયત્નો ફળવાના વિજાતીય સંબંધો પણ ગાઢ બને ચેરીટી દાનપૂન કરવાથીલાભ

તુલા:(ર,ત)

Future-Of-Weekly-Zodiac-7
future-of-weekly-zodiac-7

વ્યવસાયમાં બુધ્ધિપૂર્વકનું આયોજન લાભદાયક રહે નોકરીમાં પ્રમોશન મનગમતી જગ્યા મળે. શેર સટ્ટામાં લાભ મિલકતમાં વૃધ્ધિ થાય લગ્નથી લાભ પ્રતિષ્ઠામાં વધારો થાય.

અટકતા કાર્યોને વેગ મળે સ્વાસ્થ્ય બાબત આંખને લગતી તકલીફોમાં સાવધાની રાખવી બિજનેશમાં ઈમ્પોર્ટ એકસ્પોર્ટના ધંધામાં વધુ અનુકુળતા રહે સમુદ્ર કિનારે ફરવા જવાની ઈચ્છા ફળવાની માનસીક સુસ્તીનો અનુભવ રહે નકારાત્મક વિચારો ટાળવા પ્રોપટીના પ્રશ્ર્નોમાં ઈન્ટરેસ્ટ રાખવાથી લાભ.

વૃશ્વિક:(ન,ય)

Future-Of-Weekly-Zodiac-7
future-of-weekly-zodiac-7

નોકરીમાં વિટંબણાઓ રહે કોઈ પરિવર્તન ન કરવું વ્યવસાયમાં એવરેજ રહે નાણાકીય પ્રશ્ર્નોથી પ્રગતિમાં અવરોધ શેર સટ્ટામાં નિર્ણયો મહત્વના મિલકતના પ્રશ્ર્નોમાં દસ્તાવેજો ચકાસી લેવા સગાઈનું કાર્ય સફળ થાય.

પ્રિયપાત્ર સાથે મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું પરિવારના સભ્યોની જરૂરીયાતો વધવાના સરકારી કાર્યોથી દૂર રહેવું આત્મવિશ્ર્વાસમાં વધારો કરવો અદાલતી પ્રશ્ર્નોમાં સમય ન બગડે તેથી આ બાબત ધ્યાન દઈને સમાધાન વૃત્તિ લાભદાયક રહેશે વાણી ઉપર સંયમ રાખવો જરૂરી રહેશે.

ધન:(ભ,ફ,ધ,ઢ)

Future-Of-Weekly-Zodiac-7
future-of-weekly-zodiac-7

વ્યવસાયમાં થોડી ધીરજ કેળવો ઉધારી ન કરવી નોકરીમાં પરિવર્તન ટાળજો ચોકકસ મુદાઓને ધ્યાનમાં રાખો, સ્વાસ્થ્ય બાબત સુધારો રહે સગાઈ લગ્નના કાર્યમાં સફળતા વિદેશથી લાભ રહે.

આવકનું પ્રમાણ વધારવાના પ્રયત્નો ફળે નવી યોજનામાં અનુકુળતા મનગમતી વ્યકિત સાથે મિલન મુલાકાત થાય ભાઈ બહેનોની સગાઈ લગ્નના કાર્યમાં સફળતા મળવાની ભાગીદારો સાથે કોઈ મહત્વની ચર્ચા વિચારણા થાય વિજાતીય મિત્રતા ગાઢ બને પરિવારના વડીલો સાથે ગેરસમજો ન થાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે. કાનુની પ્રશ્ર્નોમાં સમાધાનથી લાભ રહેશે.

મકર:(ખ,જ)

Future-Of-Weekly-Zodiac-7
future-of-weekly-zodiac-7

નોકરીમાં લાભની આશા ફળે વ્યવસાયમાં સફળતા ભાગીદારોને સહકાર દેવો લગ્ન જીવનમાં જાળવવું મિલકતથી લાભ આર્થિક લાભ ધાર્મિક કાર્યમાં સફળતા ગુસ્સાને ટાળજો લખાણ દસ્તાવેજોના કાર્યમાં સફળતા.

સામાજીક સ્તરે તમોને જશ મળે નવી ઓળખાણ લાભદાયક રહે આત્મવિશ્ર્વાસ વધવાનો સંગીત કલાક્ષેત્રે સફળતા ભાગ્યોદયની તક માટે ઉતમ સમય અધિકારી વર્ગ સાથે ગેર સમજો થઈ હશે તો તે દૂર થવાની છે. ફસાયેલા નાણા છૂટા કરવાના પ્રયત્નોમાં વધારે ધ્યાન દેજો શેર સટ્ટામાં જોખમી કામકાજોથી દૂર રહેજો જાહેર ધાર્મિક સંસ્થામાં સારો હોદો મેળવશો મેરેજ લાઈફમાં ગેરસમજોમાં જાળવવું.

કુંભ:(ગ,શ,ષ)

Future-Of-Weekly-Zodiac-7
future-of-weekly-zodiac-7

નવી યોજનામાં તમારે ઝડપ કરવાની સલાહ છે. નોકરીમાં બદલીના ચાન્સ રાજકીય લાભ મળવાનો શેર સટ્ટામાં લાભ રહેશે ખર્ચ ઉપર કાબુ રાખવો સ્વાસ્થ્ય બાબત જાળવવુંં પ્રવાસ થાય સગાઈના કાર્યમાં આગળ વધી શકાય.

આવકની સાથે ખર્ચ પણ રહેવાનો અહી તમો કયારેક એકલા પડી ગયા છો તેવું અનુભવશો તમારે મિત્રો અને પરિવારના સભ્યો માટે સમય કાઢવાની જરૂર છે. તેવો અહેસાસ કરવાનાં સંતાનોની સગાઈ લગ્નના કાર્યમાં સફળતા વાળો સમય રહેવાનો મોસાળથી લાભ મળવાનો સીઝનલ ધંધામાં લાભ રહે કાનુની પ્રશ્ર્નો તમારે માટે હિતાવહ નથી સંગીત કલાક્ષેત્રે સફળતા મળવાની રહેણાંકના મકાનમાં લકઝરી ફેરફારો કરવાની ઈચ્છામાં સફળતા મળવાની

મીન:(દ,ચ,ઝ,થ)

Future-Of-Weekly-Zodiac-7
future-of-weekly-zodiac-7

ઓછી મહેનતે જાજી સફળતા મળવાની છે નોકરીમાં બદલી, પ્રમોશનના ચાન્સ વ્યવસાયમાં આર્થિક લાભ સ્વાસ્થ્ય બાબત જાળવવું સામાજીક કાર્યમાં સફળતા મળવાની મિલકતના પ્રશ્ર્નોમાં અચાનક સફળતા મળવાની

કર્જમાં રાહત થવાની અચાનક કોઈ વ્યકિતનો સહકાર મળવાનો કાનુની પ્રશ્ર્નોમાં સમાધાન બાબતના પ્રયત્નો ફળવાના ધાર્મિક યાત્રા પ્રવાસનો યોગ ઉભો થવાનો વિદેશ વસતા સગા સ્નેહીજનોની મુલાકાત લાભદાયક રહેવાની વીલ વારસાના પ્રશ્ર્નોમાં અનુકુળતા જોવા મળે ધાતુ સાથે સુમેળ વધે તમારે આળસવૃત્તિ ટાળવાની સલાહ છે. સરકારી કાર્યોમાં સફળતા મેળવાના પ્રયત્નો ફળવાના તમારી લાઈફ સ્ટાઈલમાં પરિવર્તન જોઈ શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.