Abtak Media Google News

ગરમીમાંથી રાહત મળતા હાશકારો, ખેડુતો ખુશખુશાલ

જામનગર જિલ્લામાં આખરે મેઘરાજાનું આગમન થયું છે.લાલપુરમાં ૩ ઇંચ અને ધ્રોલમાં ૨ ઇંચ વરસાદથી ખેડૂતો અને લોકોમાં રાહત સાથે આનંદની લાગણી ફેલાઇ છે.જિલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે જામનગર અને જામજોઘપુરમાં હળવા ઝાપટા પડયા હતાં તો અન્ય તાલુકામાં લોકો મેઘમહેરનો ઇંતેજાર કરી રહ્યા છે.જામનગર જિલ્લામાં ૨૮ જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહીના પગલે અધિકારીઓને સર્તકતા અને તકેદારીના પગલાંની કલેકટરે તાકીદ કરી છે. જામનગર જિલ્લામાં અસહ્ય ઉકળાટ અને તીવ્ર બફારથી અકળાઇ ઉઠેલા લોકો વરસાદની કાગની ડોળે રાહ જોઇ રહ્યા છે.ત્યારે સોમવારે જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ કાલાવડમાં એક ઇંચ અને લાલપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદના હળવા ભારે ઝાપટા પડયા હતાં.મંગળવારે સવારથી જિલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે બપોરે ૧૨ વાગ્યાથી ધ્રોલ અને લાલપુર તાલુકામાં મેધરાજાનું આગમન થયું હતું.બપોરે ૧૨ થી ૨ એટલે કે બે કલાકમાં ધ્રોલ તાલુકામાં બે ઇંચ વરસાદ પડતાં માર્ગો અને ખેતરોમાં પાણી વહી નીકળ્યા હતાં.લાલપુર તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો.બપોર લાલપુરમાં વધુ બે ઇંચ વરસાદથી ખેડૂતો અને ગ્રામજનો ખુશખુશાલ થઇ ગયા હતાં.ધ્રોલ તાલુકામાં અને જામનગર શહેરમાં હળવા ઝાપટા પડયા હતાં. બાદ જામજોધપુરમાં હળવા ઝાપટા પડયા હતાં.જયારે અન્ય તાલુકા કોરાધાકોડ રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.