Abtak Media Google News

અટલ બિહારી બાજપાઈ ઓડિટોરીયમમાં ૨૦ થી વધુ બાળકોને ટ્રસ્ટના પ્રોજેકટ અંતર્ગત ધો.૮માં પ્રવેશ દિક્ષા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના સેવા યજ્ઞના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સમાજ સેવાનું કાર્ય કયારેય અટકતું નથી. ઇશ્વર હમેશાં તેમાં મદદ કરે છે અત્યોદયનું જીવન સેવાના દિપથી પ્રજવલીત કરવાનો અમારો ઉદેશ છે તેમ જણાવી ગુજરાત સામાજીક સંસ્થાઓની  અવિરત સેવાકીય પ્રવૃતિથી આગળ વધ્યુ છે તેમ જણાવ્યું હતું. જરૂરીયાતમંદ પરિવારના બાળકો પણ અન્ય બાળકોની જેમ શિક્ષણ મેળવે અને તેનામાં રહેલી ગુણવત્તા મદદના અભાવે  ઝાંખી ન પડે તેવા ઉદેશ સાથે અમે ૧૯૯૫માં કચરો વિણતા ૪૦ બાળકોથી આ સેવાયજ્ઞ શરૂ કર્યો હતો તેમ જણાવી આજે સંસ્થા ૪૦૦ બાળકોને દતક લઇ મદદ કરી રહી છે. ટ્રસ્ટના ચેરમેનની રૂએ વિજયભાઇ રૂપાણીએ કહયું કે  ટ્રસ્ટ બાળકો અને મહિલાઓના જીવનના ઉત્કર્ષ માટે મર્યાદીત કાર્યક્ષેત્રમાં સેવાકીય પ્રવૃતિ કરી રહયું છે અને આજે પ્રબોધીની પ્રકલ્પમાં બાળકોને પ્રવેશ આપીને તેઓ પણ કારકીર્દી બનાવી ડોકટર, એન્જીનીયર, રાષ્ટ્ર સેવા અને તેમની શકિત મુજબ રોજગારી મેળવી શકે તે માટે આ પ્રોજેકટ ચાલે છે. મુખ્યમંત્રીએ કહયું કે પુજીત પુણ્યશાળી આત્મા હતો. તેમની સ્મૃતિમાં આ સેવા યજ્ઞ આગળ વધ્યો છે. અનેક બાળકો લાભાર્થી  બન્યા છે. તેઓએ બાળકોને શુભકામના આપી કાર્યકર્તાઓને પણ બિરદાવ્યા હતા.

Our-Aim-Is-To-Make-The-Children-Of-The-End-Get-A-Good-Education-And-Fulfill-Their-Dreams:-Cm
our-aim-is-to-make-the-children-of-the-end-get-a-good-education-and-fulfill-their-dreams:-cm

રાજકોટમાં અટલ બિહારી બાજપઇ ઓડીટોરીયમમાં  મુખ્યમંત્રીની ઉપસ્થિતીમા  ૨૦ થી  વધુ બાળકોને ટ્રસ્ટના આ પ્રોજેકટમાં ધો- ૮ માં પ્રવેશ આપી દિક્ષા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ટ્રસ્ટના વિવિધ પ્રોજેકટ અને સેવાકીય પ્રવૃતીની માહિતી આપતી દસ્તાવેજી ફિલ્મ રજુ કરવામાં આવી હતી. બાળકોને પ્રવેશ આપનાર સ્કુલના સંચાલકોનું સન્માન તેમજ ચાલું વર્ષે નીટની પરિક્ષા આપી મેડીકલમાં પ્રવેશ મેળવનાર લાભાર્થી અભિષેકને પુરસ્કારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Our-Aim-Is-To-Make-The-Children-Of-The-End-Get-A-Good-Education-And-Fulfill-Their-Dreams:-Cm
our-aim-is-to-make-the-children-of-the-end-get-a-good-education-and-fulfill-their-dreams:-cm

આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, અંજલીબેન રૂપાણી ભાનુબેન બાબરીયા, ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ,સ્થાયી સમિતીના ઉદયભાઇ કાનગડ, પ્રવિણભાઇ રૂપાણી, અનીમેષભાઇ રૂપાણી, ડો.વલ્લભભાઇ કથીરિયા, કલેકટર રાહુલ ગુપ્તા,પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુનિ.કમિશ્નર બંછાનિધી પાની,તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહયા હતા.

હોંશિયાર પરંતુ આર્થિક રીતે જરૂરતમંદ બાળકો સારી કારકિર્દી બનાવે તે માટે આ પ્રોજેકટ કાર્યરત: અંજલીબેન રૂપાણી

Our-Aim-Is-To-Make-The-Children-Of-The-End-Get-A-Good-Education-And-Fulfill-Their-Dreams:-Cm
our-aim-is-to-make-the-children-of-the-end-get-a-good-education-and-fulfill-their-dreams:-cm

‘અબતક’ સાથે ની વાતચીતમાં અંજલીબેન રૂપાણીએ જણાવ્યું કે, પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટનું જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટ અંતર્ગત આ દિક્ષા ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો અને દિક્ષા ગ્રહણ કાર્યક્રમ દર વર્ષે ગુ‚રૂપૂર્ણિમા પછી યોજતા હોઈએ છીએ. આ જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટ એટલે કોર્પોરેશન સ્કૂલમાં ભણતા તેજસ્વી બાળકો માટેનો આ પ્રોજેકટ છે અને સાતમાં ધોરણમાં ૮૫ ટકા કે તેથી વધુ માર્ક લાવનારા બાળકોની અમે પરીક્ષા લેતા હોય છીએ અને જેના ગણીત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજ અને મેરીટ પ્રમાણે અને આર્થિક રીતે જેમને જરૂર હોય તેવા બાળકોને પસંદ કરીને એમને ૮ થી ૧૨ ધોરણ સુધીની તમામ જરૂરીયાત એટલે શૈક્ષણિક જરૂરીયાત એટલે ભણવા માટેના ચોપડા, સ્કૂલ આવા જવા માટે સાયકલ, યુનિફોર્મ, એમને ક્યાંય બહાર ગામ જવાનું હોય તો તેમની પણ ફી ટ્રસ્ટ ભોગવતી હોય છે તે ઉપરાંત તમામ મેડિકલ ખર્ચ પણ બાળકોનો ટ્રસ્ટ ભોગવતો હોય છે. આવા બાળકો ૧૨ સુધી સારી સ્કૂલમાં ભણે અને એમનું કરીયર બનાવે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.