Abtak Media Google News

આજે રાજયભરમાં મેઘવિરામ રહેશે: કાલે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી વરાપ નિકળ્યો છે. સપ્તાહ બાદ સુર્યનારાયણનાં દર્શન થયા છે. વરાપ નિકળતાની સાથે જ જગતાત ખેતી કામમાં ઓરવાઈ ગયો છે. રાજયભરમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ આપે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. આજે બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેશર બનશે જેની મુમેન્ટ બાદ ખ્યાલ આવશે કે જેની અસર રાજયમાં વર્તાશે કે નહીં ?

Advertisement

ગત સપ્તાહમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો. એક પણ દિવસ સુર્ય નારાયણનાં દર્શન થયા ન હતા. સૌરાષ્ટ્રમાં મુરઝાતી મોલાતને જીવનદાન મળી ગયું છે. મેઘરાજાએ એક જ અઠવાડીયામાં પાણી અને પાકનું ચિત્ર પલટાવી દીધું છે. રવિવારે છુટો છવાયો વરસાદ વરસયો હતો દરમિયાન આજે સવારથી સૌરાષ્ટ્રભરમાં મેઘવિરામ જોવા મળી રહ્યો છે. વરાપ નિકળતાની સાથે જ જગતાત ફરી ખેતી કામમાં પોરવાઈ ગયો છે. આગામી પાંચ દિવસ ભારે કે સાર્વત્રિક વરસાદની સંભાવના નહિવત છે. આજે રાજયભરમાં મેઘવિરામ રહેશે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. સાયકલોનીક સરકયુલેશન પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું છે જયારે લો-પ્રેશર નબળુ પડી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.