Abtak Media Google News

ગણપતિ આયો બાપા…રિધ્ધિ સિધ્ધિ લાયો… શ્રાવણ માસ પૂર્ણ થતાની સાથે જ ગણેશ ઉત્સવ ઉજવવા લોકો થનગનશે. શેરીએ ગલીએ બાપાની ભકિતભાવ પૂર્વક આરાધના થશે. ભાદરવા સુદ ચોથથી શ‚ થતા ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગણપતિની મૂર્તિઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ઘરમાં સ્થાપના કરવા માટે નાની મૂર્તિઓ તો ચોકમાં, પંડાલમાં સ્થાપ્ના કરવા માટે વિશાળકાય મૂર્તિઓ બની ચૂકી છે. મૂર્તિઓ ઉપરાંત પંડાલ, મંડપ સુશોભન સહિતની તૈયારીઓ ભાવિક ભકતો કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી ઈકો ફેન્ડલી મૂર્તિની સ્થાપ્ના થઈ રહી છે. માટીની આ મૂર્તિઓની જ સ્થાપ્ના થાય તે માટે આગ્રહ રખાઈ છે. માટીથી બનેલી આ મૂર્તિઓને હાલ રંગરોગાન થઈ રહ્યું છે. થોડા દિવસોમાં આકર્ષક મૂર્તિઓ તૈયાર થઈ બજારમાં ઉપલબ્ધ થશે. ભકતો હર્ષોલ્લાસથી ગણપતિ ઉત્સવ ઉજવવા તૈયારીમાં લાગી ગયા છે.

Advertisement
Ganapati-Ayo-Bapa-Last-Opens-To-Statues-Before-Ganesh-Festival
ganapati-ayo-bapa-last-opens-to-statues-before-ganesh-festival

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.