Abtak Media Google News

ઉકાઇ ડેમનાં 8 દરવાજા 5 ફૂટ અને 4 ગેટ 4 ફૂટ ખોલાયા: તાપી નદી ગાંડીતુર સુરતીવાસીઓની મુશ્કેલીમાં વધારો: નાવડીના ઓવારા સુધી નદીનું પાણી પહોંચ્યું   સુરત :દક્ષિણ ગુજરાતમાં વરસાદે માજા મુકતા સુરતનો જીવાદોરી સમાન ઉકાઈ ડેમની  સપાટીમાં અકિલા વધારો નોંધાયો છે.

Advertisement

ઉપરવાસ અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમની સપાટી 339.95 ફૂટ પહોંચી છે.  ડેમ 345  ફૂટના પૂર્ણ લેવલને પહોંચવામાં ફક્ત પાંચ જ ફૂટ બાકી રહ્યો છે. ઉકાઈ ડેમમાં હાલ અકીલા પણ પાણીની ભારે આવક હોવાનાં કારણે 12 દરવાજા પૈકી 8 દરવાજા  5 ફૂટ અને 4 દરવાજા 4 ફૂટ ખોલાયા છે.   તાપી બેં કાંઠે આવી જતા સુરતવાસીઓનાં જીવ પડીકે પુરાયા હોવાનું જોવામાં આવી રહ્યું છે. ઉકાઇ ડેમમાં 1 લાખ 81 હજાર ક્યુસેક પાણીની આવક છે. ઉકાઇ ડેમ ભયજનક સપાટીથી માત્ર 5 ફૂટ દૂર હોવાથી ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે. સુરતીવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. ડેમમાંથી પાણી છોડવામાં આવતાં કાંઠા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેને લઇને કાંઠા પર પાર્ક કરવામાં આવેલી કારોમાં પાણી ભરાઇ ગયા હતા. નાવડીના ઓવારા સુધી નદીનું પાણી ધસી આવતા અનેક કારો પાણીમાં ઘરકાવ થઇ ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.