એવું તો શું કહ્યું હશે દીકરીને કે રસોડામાં જઈને જીવનલીલા સંકેલી લીધી ??

રાજ્યમાં દિવસેને દિવસે આપઘાતના કિસ્સાઓમાં વધારો થતો જાય છે હજુ થોડા દિવસ પહેલા જ બે વિદ્યાર્થીનીઓએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંક આવ્યો હતું ત્યારે આજ રોજ સુરતમાં વધુ એકચારી ઘટના સામે આવી છે જેમાં 17 વર્ષીય વિદ્યાર્થીનીએ આપઘાત કરીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી ત્યારે આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના સચિન વિસ્તારની છે જ્યાં બળદ ગામના ડુંગરી ફળિયામાં નાના સાથે રહેતી 17 વર્ષીય વિદ્યાર્થી રોશની રાઠોડ એ રસોડામાં આપઘાત કરીને જીવનને પૂર્ણ વિરામ આપી દીધું હતું ત્યારે આ બનાવને પગલે સચિન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. રોશની ધોરણ 12 આર્ટસ ની સ્ટુડન્ટ હતી અને 17 તારીખ ના રોજ વધ્યા છે ઇકોનોમિક્સ ની પરીક્ષા આપવા જવાની હતી ત્યારે વિદ્યાર્થીનીએ આ પગલું પ્રેમમાં ભર્યું હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે. પોલીસે આ મામલે પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે.

પોલીસે રોશનીના ભાઈ સુનિલને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે મારી બહેન ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી. 17 માર્ચ પરીક્ષાનું પેપર હતું રોશની ભણવામાં પર ખૂબ હોશિયાર હતી ત્યારે ગામના છોકરા સાથે વાત કરવા ન દેતા પરીક્ષા પહેલા જ આવું પગલું ભર્યું છે તેણીએ સુસાઈડ નોટમાં પણ જણાવ્યું છે કે મને છોકરા સાથે વાત કરવાની ના પાડી દીધી એટલે હું આપઘાત કરું છું ત્યારે પોલીસે સાઈડ નોટ કબજે કરીને અને અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.