Abtak Media Google News

નર્મદા નદીમાંથી મળી આવતા પથ્થર કે જે શિવલિંગ સ્વરૂપે માનવામાં આવે છે તથા તેની વિશેષ રૂપે પૂજા અર્ચના કરવામાં આવે છે. આવો તો તમને જણાવી એ નર્મદા નદી માંથી મળી આવતા શિવલિંગનું રહસ્ય :

Brown Shivling Of Narmada River
ગ્રંથોમાં નર્મદા નદીને ભારતની સૌથી પવિત્ર નદીઓ માંની એક માનવામાં આવે છે. માન્યતા છે કે જે ફળ ગંગા નદીમાં સ્નાન કરવાથી મળે છે તે જ ફળ માત્ર નર્મદા નદીના દર્શનથી પણ પ્રાપ્ત થાય છે, જેનો ઉલ્લેખ નર્મદા પુરાણોમાં પણ કરવામાં આવેલો છે.નર્મદા નદી માંથી નીકળતા દરેક પથ્થર ને શિવનું પ્રતીક માનવામાં આવે છે. જેનો ઉલ્લેખ ઘણા ધર્મ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે.નર્મદા નદીના કિનારે ભગવાન શિવનો વિશેષ મંદિર નર્મદેશ્વર બનેલું છે જેને લીધે નદી માંથી મળી આવતા પથ્થરોને નર્મ દે સ્વર પણ કહેવામાં આવે છે.

નર્મદા છે ભગવાન શિવની પુત્રી:

નર્મદા માંથી નીકળ નારા દરેક પથ્થર શિવલિંગ ના આકાર હોય છે, પૌરાણિક કથાઓમાં માનવામાં આવ્યું છે કે નર્મદા ભગવાન શિવની પુત્રી છે, માટે જ નર્મદા માં જ શિવલિંગ નિર્મિત છે.

આ શિવલિંગ મંદિરની સાથે સાથે ઘરમાં પણ સ્થાપિત કરવામાં આવે છે કેમ કે તે પવિત્ર ચમત્કારી શિવલિંગ છે, જેની પૂજા ખૂબ ફળદાઇ હોય છે.

નર્મદા નદી નો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે. રિસર્ચમાં પણ એ વાત સ્પષ્ટ થઇ છે કે માનવ સભ્યતાનું શરૂઆતથી જ નર્મદા નદી નું અસ્તિત્વ હતું.આ નદીના તટ પર મોટા મોટા સાધુ સંતોએ તપસ્યા કરેલી છે. માટે જ આ નદીમાં આપમેળે શિવલિંગ ની ઉત્પત્તિ થાય છે અને તેની પૂજા નર્મદા કિનારે વસેલા મંદિરમાં થાય છે.

પંડિતોના અનુસાર નર્મદા નદીના કિનારે પૂજન કરવાથી લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે માટે દેશભરના લોકો નર્મદા કિનારે સાધના કરવા માટે આવે છે.

નર્મદામાંથી મળનારા દરેક પથ્થર શિવલિંગ આકારના હોય. છે. વૈજ્ઞાનિકો ના આધારે આ બધી ઘટના એક કુદરતી રૂપે થાય છે. નદીના તેજ વહેણ ને લીધે પથ્થર પણ વહે છે અને અથડાય છે જેનાથી તેને નોકીલા-અણીદાર હિસ્સો તૂટી જાય છે અને તે શિવલિંગ ના આકારમાં પરિવર્તિત થઇ જાય છે.

ઉંધી દિશામાં વહે છે નર્મદા નદી :

નર્મદા દેશની એકમાત્ર એવી નદી છે કે જે પૂર્વથી પશ્ચિમ એમ ઉંધી દિશા તરફ વહે છે, તે વિશાળકાય પર્વત ને ચીરતી વહે છે અને ખુબ ઝડપી વહેવા ને લીધે તેના વહેણમાં મોટા મોટા પથ્થર પણ તૂટી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.