Abtak Media Google News

જૂનાગઢ ગયકાલે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી દ્વારા સ્પોન્સર નેશનલ એગ્રીકલ્ચર હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ અને ઇન્સ્ટિટ્યૂશનલ ડેવલપમેન્ટ પ્લાન હેઠળ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે આધુનિક શિક્ષણ મળી રહે એ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એડવાન્સ લેબોરેટરીનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના કૃષિમંત્રી  આર. સી. ફળદુના હસ્તે યોજાયું હતુ.

આર.સી.ફળદુ એ જણાવ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વડે વિધાર્થીઓની વિદ્યા શક્તિ માં પૂરક ઉમેરો થશે. તેમણે આધુનિક સાધનો, રિમોટ સેન્સિંગ ટેકનોલોજી  થી સજ્જ આ લેબોરેટરી વિદ્યાર્થીઓને તેના ઉચ્ચ શિક્ષણ માટે મદદરૂપ બનશે એમ જણાવ્યું હતુ.મંત્રી  એ આ તકે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૫ થી શરૂ કરવામાં આવેલ કૃષિ મહોત્સવનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે કૃષિ મહોત્સવ દ્વારા કૃષિ ક્ષેત્રે અનેક પરિવર્તન આવ્યા છે.

કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકો એ  ગામડે-ગામડે પહોંચી ખેડૂતોને પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી માટે માર્ગદર્શન પૂરું પાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.જેના પરિણામે ખેતી ક્ષેત્રે આમૂલ પરિવર્તનો આવ્યા છે. મંત્રી  એ વધુમાં જણાવયું હતું કે,  કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત ખેતીક્ષેત્રે ભારતને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડશે.

મંત્રીએ ખેતી ક્ષેત્રે રોજગારી વિશે જણાવ્યું કે ખેતીનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ છે.યુવાનો પણ આધુનિક ખેતીને અપનાવે તે ખૂબ જરૂરી છે. મંત્રી આ તકે કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ. આર.પાઠકની કૃષિ યુનિવર્સિટી ક્ષેત્રે કરવામાં આવેલ  પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

કાર્યક્રમના અધ્યક્ષ અને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ એ. આર. પાઠકે જણાવ્યું હતું, ખેડૂતોનો ખેતીનો ખર્ચ ઓછો કરવા, શહેરીકરણ વધી રહ્યું છે, બધા ઉદ્યોગો તરફ વળી રહ્યા છે ત્યારે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ દ્રવારા ખેતીએ  ઉપયોગી નીવડશે. વિદેશમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ દ્વારા ખેતી થઈ રહી છે અને તે ખૂબ જ સફળ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.