Abtak Media Google News

ચુડા-કાલાવડમાં ૧॥ ઉમરાળા-માંગરોળમાં ૧, વઢવાણમાં ॥ તેમજ ચોટીલા-સાયલા-લખતર-લીંબડી-થાનમાં ॥ ઈંચ વરસાદ: આણંદ, વડોદરા, સુરત, ભાવનગર, અમદાવાદ અને બોટાદમાં આજે વરસાદની આગાહી

‘મહા’ વાવાઝોડાની તાકાત આજ સવાર સુધીમાં જ ઘટી ગઈ હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે. જો કે તેની અસરના પગલે રાજ્યમાં સવારી વરસાદી માહોલ જામ્યો છે. આ ઉપરાંત ગઈકાલે સાંજના અરસામાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. જેમાં ચુડા-કાલાવડમાં ૧॥ ઉમરાળા-માંગરોળમાં ૧, વઢવાણમાં ॥ તેમજ ચોટીલા-સાયલા-લખતર-લીંબડી-થાનમાં ॥ ઈંચ વરસાદ પડયો હતો.

અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ‘મહા’ વાવાઝોડાની દહેશતના પગલે સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લામાં તંત્ર દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે તેમજ પ્રિવેન્શન માટે ખુબ તૈયારીઓ કરવામાં આવી હતી. અનેક જિલ્લાને એનડીઆરએફની ટીમો પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારો પણ અસરગ્રસ્ત જણાતા લોકોનું સ્ળાંતર કરવાની પણ તંત્ર દ્વારા તૈયારીઓ આદરી દેવામાં આવી હતી. આ ઉપરાંત તમામ બોટોને પરત પણ બોલાવી લેવાઈ હતી. અગરીયાઓને સુરક્ષીત સ્થળે આસરો આપવામાં આવ્યો હતો. સાથો સાથ દીવ તેમજ તીલના બીચો ઉપર જવા પર પ્રતિબંધ પણ લાદી દેવાયો હતો. આમ રાજ્ય સરકારના આદેશ અન્વયે તમામ જિલ્લાઓમાં તંત્ર દ્વારા વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવાની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ સદનસીબે ‘મહા’ વાવાઝોડાનું સંકટ ‘વાયુ’ અને ‘કયાર’ની જેમ ટળી ગયું હતું.

એફકેઝેડ

દીવી અંદાજે ૪૦ કિ.મી. જેટલા દૂર અંતરે ‘મહા’ વાવાઝોડુ નબળુ પડી ગયું હતું. હાલ વાવાઝોડુ ડિપ-ડિપ્રેશનમાં છે જે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ જવાનું છે. જો કે, આ વાવાઝોડાની અસરરૂપે માત્ર વરસાદ જ વરસવાનો હોવાની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. વરસાદનું જોર સાંજ સુધી જ રહેવાનું છે. રાત બાદ વરસાદ પડે તેવી શકયતા ઓછી હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે.

‘મહા’ વાવાઝોડાની અસરના પગલે રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે સવારી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં સવારે ૬ થી ૮ વાગ્યા દરમિયાન ઉમરપાડામાં ૪૧ મીમી, અંકલેશ્વરમાં ૨૧ મીમી, નેત્રંગમાં ૧૧ મીમી, મહેસાણામાં ૧૧ મીમી તેમજ તાલાળા, રાજુલા, માળીયા હાટીના, ભાવનગર, વેરાવળ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં ચુડામાં ૩૫ મીમી, કાલાવડમાં ૩૪ મીમી, ઉમરાળામાં ૩૨ મીમી, માંગરોળમાં ૩૦ મીમી, ગઢડામાં ૧૯ મીમી, વઢવાણમાં ૧૮ મીમી,ચોટીલામાં ૧૬ મીમી, વલભીપુરમાં ૧૫ મીમી, બોટાદમાં ૧૫ મીમી, સાયલામાં ૧૪ મીમી, લખતરમાં ૧૩ મીમી,લીંબડીમાં ૧૨ મીમી, મહેસાણામાં ૧૧ મીમી,થાનમાં ૧૧ મીમી, રાજકોટમાં ૬ મીમી, પડધરીમાં ૬ મીમી, જામકંડોરણામાં ૧૦ મીમી, ધ્રોલમાં ૪ મીમી અને જસદણમાં ૨ મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે આણંદ, વડોદરા, સુરત તેમજ ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ અને બોટાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.