Abtak Media Google News

રાજ્યના તમામ બંદરો પર ૨ નંબરનું સિગ્નલ: તમામ જિલ્લાના કલેકટરોને એલર્ટ રહેવા આદેશ: રાજ્યભરમાં વાતાવરણમાં પલ્ટો, દક્ષિણ ગુજરાતમાં સવારી અનરાધાર વરસાદ: સૌરાષ્ટ્રમાં બપોર બાદ દરિયાકાંઠા વિસ્તારમાં ગાજવીજ સો વરસાદ પડે તેવી સંભાવના

અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાવા લાગી હોય તેમ આજે સવારી રાજ્યભરમાં વાતાવરણમાં અદ્ભૂત પલ્ટો જોવા મળી ર્હયો છે. દક્ષિણ ગુજરાતમાં સવારી અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં એક પછી એક ત્રણ વાવાઝોડાના કારણે કમોસમી વરસાદી ખેડૂતોની પાયમાલી નોતરાઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ‘મહા’ વાવાઝોડાની અસરના કારણે તમામ બંદરો પર ૨ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તમામ જિલ્લા કલેકટરને ૮મી સુધી એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં બપોર બાદ દરિયાકાંઠા વિસ્તારમાં ગાજવીજ સો ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

રાજ્યમાં વાયુ બાદ ક્યાર વાવાઝોડાનો ખતરો ઉભો થયો હતો જે સદનશીબે ટળી ગયો હતો. ચોમાસાની સીઝન પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે ફરી અરબી સમુદ્રમાં ‘મહા’ નામનું વાવાઝોડુ સર્જાયું છે જે ગઈકાલ સાંજી સીવીયર સાયકલોનિક સ્ટોર્મમાં પરિવર્તીત થઈ ગયું છે. હાલ આ વાવાઝોડુ ગોવા તરફ ઈસ્ટ સેન્ટ્રલી અરેબીયન તરફ નોર્થ વેસ્ટ ઓમાન બાજુ આગળ વધી રહ્યું છે. આ દિશામાં ૪૮ કલાક સુધી વાવાઝોડુ આગળ વધશે અને ત્યારબાદ તે સ્થીર થઈ ૬ અને ૭ નવેમ્બરે યુ-ટર્ન લઈ દક્ષિણ ગુજરાત પરી પસાર થશે. જો કે ત્યારે વાવાઝોડાની તાકાત ઘટી ગઈ હશે અને સીવીયર સાયકલોનિક સ્ટોર્મ હવાના હળવા દબાણમાં પરિવર્તીત થઈ જશે. જેના કારણે દ.ગુજરાત અને દ.સૌરાષ્ટ્રમાં ૬ અને ૭ નવેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આટલું જ નહીં ૪૦ થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જે રીતે ‘મહા’ નામનું વાવાઝોડુ આગળ વધી રહ્યું છે તે જોતા એવી પણ શકયતા છે કે ૬ નવેમ્બર સુધીમાં તેની તાકાત સંપૂર્ણપર્ણે નબળી પડી જાય અને ગુજરાતમાં તેની વ્યાપક અસર ન પણ રહેે.

આજે સવારી રાજ્યભરમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ગત મધરાત્રે સૌરાષ્ટ્રમાં ઉના અને કોડીનાર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટકયો હતો અને ૧ ઈંચથી પણ વધુ વરસાદ વરસી ગયો હતો. કોડીનાર, જાફરાબાદ, વેરાવળ કલ્યાણપુર, માંગરોળ, કેશોદમાં મધરાત્રે વરસાદ પડયા હોવાના અહેવાલો મળી રહ્યાં છે. આજે સવારી દક્ષિણ ગુજરાતમાં ‘મહા’ની ઈફેકટ જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. વલસાડના ધરમપુરમાં સવારે ૨ કલાકમાં ૨॥ ઈંચ વરસાદ ખાબકયો હતો તો કપરાડામાં ૧॥ ઈંચ, સાગબારામાં ૧ ઈંચ, બારડોલી અને પાટડીમાં ॥ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે અને વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે આજે બપોરબાદ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

ચોમાસાની સીઝનમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પારાવાર નુકશાની વેઠવી પડી હતી. દરમિયાન દિવાળી પછી પણ કમોસમી વરસાદનો કહેર ચાલુ રહેવાના કારણે જગતના તાતની પાયમાલી નોતરાઈ છે. હાલ માર્કેટીંગ યાર્ડમાં કપાસ અને મગફળીની આવક ચાલુ છે. જણસી ખુલ્લામાં પડી છે ત્યારે વરસાદની આગાહીના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. એક પછી એક ત્રણ વાવાઝોડાએ ગુજરાતને કમોસમી વરસાદના રૂપમાં ધમરોળતા રાજ્યમાં આ વર્ષે કુદરતી આફતનો કહેર વર્તાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.