Abtak Media Google News

રાજકોટ આરટીઓમાં મોટર કાર પ્રકારના માટે જીજે૦૩એલજી સીરીઝના ૧ થી ૯૯૯૯ નંબરો પૈકી બાકી રહેતા ગોલ્ડન સિલ્વર નંબરો તથા અગાઉની સિરીઝના બાકી રહેલા ગોલ્ડન સિલ્વર નંબરોનાં ઈ ઓકશનથી શરૂ કરવામાં આવનાર છે.

જેથીઆપ્રકારના ગોલ્ડન નંબરો તથા સિલ્વર નંબરો તથા અન્ય પસંદગી નંબરો મેળવવા ઈચ્છતા વાહન માલીકો પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગોલ્ડન નંબરમાં ૧,૫,૯,૧૧,૯૯,૧૧૧,૩૩૩,૫૫૫, ૭૭૭, ૭૮૬, ૯૯૯, ૧૧૧૧,૧૨૩૪, ૨૨૨૨,૩૩૩૩, ૪૪૪૪, ૫૫૫૫, ૭૭૭૭, ૮૮૮૮, ૯૦૦૦,૯૦૯૦, ૯૦૯૯, ૯૯૦૯, ૯૯૯૦, ૯૯૯૯ અને સીલ્વર નબરની પસંદગી નંબર માં ૨,૩,૪,૮,૧૦,૧૮,૨૭,૩૬, ૪૫,૫૪, ૬૩, ૭૨, ૮૧,૮૯, ૧૦૦,૧૨૩, ૨૦૦,૨૨૨,૨૩૪, ૩૦૦, ૩૦૩, ૪૦૦, ૪૪૪, ૪૫૬, ૫૦૦, ૫૬૭, ૬૦૦, ૬૭૮, ૭૦૦, ૭૮૯, ૮૦૦, ૮૮૮, ૯૦૦, ૯૦૯, ૧૦૦૦, ૧૦૦૧, ૧૦૦૮, ૧૧૮૮, ૧૮૧૮, ૧૮૮૧, ૨૦૦૦, ૨૩૪૫, ૨૫૦૦, ૨૭૨૭,૨૭૭૨, ૩૦૦૦, ૩૪૫૬, ૩૬૩૬, ૩૬૬૩, ૪૦૦૦, ૪૪૫૫, ૪૫૪૫, ૪૫૫૪, ૪૫૬૭, ૫૦૦૦, ૫૦૦૫, ૫૪૦૦, ૫૪૪૫, ૬૦૦૦, ૬૩૩૬, ૬૩૬૩, ૬૭૮૯, ૭૦૦૦, ૭૦૦૭, ૭૨૨૭, ૭૨૭૨, ૮૦૦૦, ૮૦૦૮, ૮૦૫૫, ૮૧૧૮, ૮૧૮૧ બાકી છે.

ગોલ્ડન નંબરની મોટરકાર પ્રકારનાં વાહનોમાં ઓછામાં ઓછી ફી અપસેટ પ્રાઈઝ રૂા૨૫૦૦૦ છે., સિલ્વર નંબર મોટરકાર પ્રકારનાં વાહનોમા ઓછામા ઓછી ફી રૂા.૧૦૦૦૦ છે., ગોલ્ડન સિલ્વર સિવાયના અન્ય પસંદગીના નંબરોમાં મોટરકાર પ્રકારનાં વાહનોમાં ઓછામાં ઓછી ફી રૂા.૫૦૦૦ છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20

ગોલ્ડન સિલ્વર તથા અન્ય પસંદગીના નંબરોનાં ઓકશનમાં ભાગ લેવા માટે સેલ ઈનવોઈસની તારીખ અથવા વિમાની તારીખ તે બેમાંથી જે વહેલુ હોય તે તારીખથી સાત દિવસ સુધીમાં ફોર્મ સીએનએમાં અરજી કરનારને અરજી કર્યા તારીખથી ૬૦ દિવસ સુધીપસંદગીના નંબર માટેના ઓકશનમાં ભાગ લઈ શકશે.

ગોલ્ડન, સિલ્વર નંબરો મેળવવા માટે તા.૧૬.૧૧.૧૯ થી તા.૧૭.૧૧.૧૯ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે તથા તા.૧૮.૧૧.૧૯ના રોજ સવારે ૧૧ કલાકેથી તા.૧૮.૧૧.૧૯ના સાંજના ૪ કલાક સુધી ઓનલાઈન ઈ.ઓકશન ખૂલ્લુ રહેશે તથા તા.૧૮.૧૧.૧૯ના રોજ સાંજના ૫ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલ ઈ.ઓકશનનું પરિણામ નોટીસ બોર્ડ પર મૂકવામાં આવશે. તેમજ પરીવહન સાઈટ પર ઓનલાઈન પણ જોઈ શકાશે. ગોલ્ડન, સિલ્વર તથા અન્ય પસંદગી નંબરો ઓકશન બાદ સફળ અરજદારોનું લીસ્ટ તથા અસફળ અરજદારોનું લીસ્ટ કોમ્પ્યુટર દ્વારા જનરેટ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.