Abtak Media Google News

શિવમ કિયા ખાતે ઓલિવ અને ઇમ્પિરિયલ બ્લુ આકર્ષક રંગ સાથે સેલ્ટોસ 2.0 લોન્ચ કરાઈ

કિયા મોટર્સની નવી સેલ્ટોસ 2.0 લોન્ચ કરી દેવામાં આવી છે. વાહનોના શોખીનો માટે આ કાર અત્યંત નવા ફીચર્સ અને તદ્દન નવા કલર સાથે કિયા સેલ્ટોસ 2.0 લોન્ચ કરવામાં આવી છે. રાજકોટની શિવમ કિયા મોટર્સ ખાતે આ કારને લોન્ચ કરવામાં આવી છે.

નવી કિયા સેલ્ટોસ તમને આનંદદાયક ડ્રાઇવિંગ અનુભવ કરાવવા માટે લોન્ચ કરી દેવામાં આવી છે. સેલ્ટોસ 2.0માં જે રીતે નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે તે તમામ કારના શોખીનોને એક નજરમાં જ ગમી જાય તેવી છે. સેલ્ટોસ 2.0માં અદ્યતન પાવરટ્રેન અને 32 સલામતી સુવિધાઓ આપવામાં આવી છે. જેમાં તમારી ઉન્નત સુરક્ષા માટે એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ લેવલ 2 ની 17 સ્વાયત્ત સુવિધાઓનો સમાવેશ થાય છે. નવી કિયા સેલ્ટોસની બાહ્ય ડિઝાઇન તેના બોલ્ડ લક્ષણોને હાઇલાઇટ કરે છે. ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, ડ્યુઅલ સ્ક્રીન પેનોરેમિક ડિસ્પ્લે, 8 સ્પીકર્સ સાથે બોસ પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ જેવી અત્યાધુનિક સુવિધાઓની સંપૂર્ણ નવી શ્રેણી સાથે સેલ્ટોસ 2.0 લોન્ચ કરવામાં આવી છે.

કિયા સેલ્ટોસ સાથે નેક્સ્ટ-જનરેશન, એલેક્સા અને ગૂગલ વોઈસ આસિસ્ટન્ટ સાથે આવી ગઈ છે. સેલ્ટોસની 60થી સુવિધાઓ તમારી ડ્રાઇવને સંપૂર્ણ મનોરંજક અને અનુકૂળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

અત્યાધુનિક લેટેસ્ટ ફીચર્સથી સુસજ્જ સેલ્ટોસ 2.0 : રાહી મહેતા

અબતક સાથેની વાતચીતમાં શિવમ કિયા મોટર્સના બિઝનેસ હેડ રાહી મહેતા જણાવે છે કે,કિયા સેલ્ટોસનું 2.0 વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. જેના લેટેસ્ટ ફીચર્સની વાત કરીએ તો પેનારોમિક સનરૂફ, ઓટો પાર્ક આસિસ્ટ બ્રેક, એડાસ લેવલ 2, બોસ ઇન્ફોર્ટનમેન્ટ સિસ્ટમ જેવા ફિચર્સ મળે છે. આ કારની એક્સશોરૂમ કિંમત 11.99 લાખથી શરૂ થાય છે તથા 26 અલગ અલગ જેવા કે,પેટ્રોલ મેન્યુઅલ, આઈ.એમ.ટી., ડીઝલ આઈ.એમ.ટી., પેટ્રોલ ઓટોમેટીક, ડીઝલ ઓટોમેટીક વેરિયન્ટ આ કારના તમને જોવા મળશે. ઓલિવ અને ઇમ્પિરિયલ બ્લુ એમ નવા બે કલર પણ આવ્યા છે. સેલટોસ 1 અને 2.0માં ખાસ્સો તફાવત ફિચર્સમાં જોવા મળે છે તથા રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓને જરૂરથી કહીશ કે 12 લાખમાં લેટેસ્ટ ફીચર્સ સાથેની કાર આપને મળે છે જેથી એક વખત શોરૂમની મુલાકાત લઇ ટેસ્ટ ડ્રાઈવ લેવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.